1. Home
  2. ગુજરાતી
  3. ટ્રેનના ડ્રાઈવરે દહીં લેવા માટે ઊભી રાખી દીધી ટ્રેન,તો રેલ્વે વિભાગે સબક શીખવાડવા માટે કર્યું કંઈ આવું, જાણો
ટ્રેનના ડ્રાઈવરે દહીં લેવા માટે ઊભી રાખી દીધી ટ્રેન,તો રેલ્વે વિભાગે સબક શીખવાડવા માટે કર્યું કંઈ આવું, જાણો

ટ્રેનના ડ્રાઈવરે દહીં લેવા માટે ઊભી રાખી દીધી ટ્રેન,તો રેલ્વે વિભાગે સબક શીખવાડવા માટે કર્યું કંઈ આવું, જાણો

0
  • ડ્રાઈવરે દહીં લેવા માટે ટ્રેન ઊભી રાખી
  • રેલ્વે વિભાગે આપી તેને કડક સજા,
  • ડ્રાઈવરે નોકરી માથી ધોવો પડ્યો હાથ

પાકિસ્તાન કે જે કોઈને કોઈ વાતને લઈને ચર્ચાનું કેન્દ્ર બનતું રહે છે, અવનવા કિસ્સાઓ આ દેશમાં જોવા ણશી રહ્યા છે. અજીબો ગરીબ ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે, ત્યારે ફરી એક વખત પાકિસ્તાન ચર્ચામાં આવ્યું છે.

અહીં એક ટ્રેન ડ્રાઈવરે દહીં ખરીદવા માટે ટ્રેન રોકી હતી. આ બધું ત્યારે થયું જ્યારે ડ્રાઇવરે લાહોરના એક રેલવે સ્ટેશન પાસે આ કર્યું. આ બાબત લોકોના ધ્યાને આવતાં જ ખળભળાટ મચી ગયો હતો. આ પછી, ત્યાંના રેલ્વે મંત્રીએ બે લોકોને સસ્પેન્ડ કરી દીધા.

પાકિસ્તાનથી સમાચાર ડૉનના અહેવાલ મુજબ, આ ઘટના લાહોરના કાહના રેલવે સ્ટેશન પાસે બની હતી. અહીં દહીં ખરીદવા જતા ટ્રેન ડ્રાઈવર અને તેના સહાયકને સેવામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનના સંઘીય રેલ્વે મંત્રી આઝમ ખાન સ્વાતિએ મંગળવારે આ માહિતી આપી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયો બાદ મંત્રીએ કાર્યવાહી કરી છે.

રિપોર્ટ અનુસાર આ ઘટનાનો એક વીડિયો પણ ખૂબ જ વાયરલ થયો છે. તેમાં એક ટ્રેન ડ્રાઈવર દુકાનમાંથી દહીં ખરીદતો  જોવા મળે છે. આ વીડિયો વાયરલ થતાં જ લોકોએ રેલવે વિભાગની ટીકા કરવાનું શરૂ કરી દીધું હતું. જણાવવામાં આવ્યું હતું કે આ બેદરકારીના કારણે અકસ્માતો થાય છે અને તમામ ટ્રેનો તેમના નિર્ધારિત સમયે પહોંચી શકતી નથી.

ઘટના  બાદ મંત્રીએ કાર્યવાહી કરી અને લાહોર પ્રશાસનને ડ્રાઇવર રાણા મોહમ્મદ શહજાદ અને તેના સહાયકને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો. એક નિવેદનમાં, મંત્રીએ ચેતવણી આપી છે કે હું ભવિષ્યમાં આવી ઘટનાઓને સહન કરીશ નહીં.ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનથી આવા અનેક સમાચારો સામે આવતા રહેતા હોઈ છે.જેને લઈને પાકિસ્તાનની મજાક ઉડતી હોય છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.