1. Home
  2. ગુજરાતી
  3. ભોપાલઃ પતિની લાશ લઈને પરિણીતા અને તેનો પ્રેમી પોલીસ સ્ટેશન પહોંચ્યાં

ભોપાલઃ પતિની લાશ લઈને પરિણીતા અને તેનો પ્રેમી પોલીસ સ્ટેશન પહોંચ્યાં

0
Social Share

ભોપાલઃ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પત્નીએ પોતાના પ્રેમીની સાથે મળીને પતિની ઘાતકી હત્યા કરી હતી. એટલું જ નહીં મૃતદેહને કારની ડેકીમાં નાખીને તેના નિકાલ માટે આખો દિવસ ફર્યાં હતા. જો કે, પોલીસના ડરથી બંને જણા મૃતદેહ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતા. તેમજ પતિની હત્યા કરીને લાશ ડેકીમાં પડી હોવાનું જણાવતા પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા.

ઉચ્ચ પોલીસ અધિકારી રાજેશ ભદોરિયાએ જણાવ્યું હતું કે, કટારા હિલ્સ પોલીસ સ્ટેશનમાં એક મહિલા પહોંચી હતી અને પોલીસ સમક્ષ કહ્યું હતું કે, પ્રેમી સાથે મલીને પતિની હત્યા કરી છે અને તેની લાશ કારની ડેકીમાં પડી છે. મહિલાની વાત સાંભળીને ચોંકી ઉઠેલા પોલીસ કર્મચારીઓએ કારની ડેકી ચેક કરતા અંદરથી લોહીમાં લથલથ લાશ મળી હતી. જેથી પોલીસે મહિલા અને તેની સાથે આવેલી વ્યક્તિની ધરપકડ કરી હતી. તેમજ પૂછપરછ આરંભી હતી. મહિલાએ પોતાનું નામ સંગીતા જણાવ્યું હતું. તેમજ કટારા હિલ્સમાં પતિ અને બાળકો સાથે રહેતી હતી. તેની સાથે આવેલા શખસનું નામ આશિષ પાંડે હોવાનું ખૂલ્યું હતું. આ શખસ મહિલાનો પડોશી છે.

મહિલાએ પોલીસ સમક્ષ કબુલાત કરી હતી કે, પતિ ચારિત્ર્ય ઉપર શંકા રાખતો હતો. જેથી પ્રેમી સાથે મળીને તેની હત્યા કરી હતી. મહિલા અને પડોશમાં રહેતા સોફટવેર એન્જિનિયર આશિષ વચ્ચે પ્રેમસંબંધ હતો. એક દિવસ પતિએ બંનેને ઝડપી લીધા હતા. જે બાદ તેમની વચ્ચે વિવાદ શરૂ થયો હતો. જેથી મહિલા અને તેના પ્રેમીએ પતિ ધનરાજ મીણાની હત્યાનું કાવતરુ ઘડ્યું હતું.

મહિલાએ પતિને ઉંઘની 10 ગોળીઓ મીલાવેલુ કાઢા પીવડાવ્યું હતું. કાઢો પીધા બાદ પતિ સૂઈ જતા મહિલાએ પ્રેમી આશિષને ઘરે બોલાવ્યો હતો. તેમજ લોખંડના સળિયાના ફટકા મારીને તેની હત્યા કરી હતી. તે પછી પ્રેમીની કારમાં લાશ નાખીને તેના નિકાલ માટે નીકળ્યાં હતા. જો કે, પકડાઈ જવાના ડરથી બંને જણા પોલીસ સમક્ષ હાજર થયાં હતા.

(Photo-File)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code