Site icon Revoi.in

ટાઈગર શ્રોફની બાગી-4 ફિલ્મમાં આ અભિનેતા વિલન તરીકે જોવા મળશે

Social Share

વર્ષ 2025 ના પહેલા ક્વાર્ટરમાં ઘણી મોટી ફિલ્મો રિલીઝ થઈ હતી. કેટલીક ફિલ્મોએ સારું પ્રદર્શન કર્યું હતું, જ્યારે કેટલીક દર્શકોને ખુશ કરવામાં નિષ્ફળ રહી હતી. હવે રાહ બીજા ભાગની છે, જ્યારે ઘણી મોટી બોલિવૂડ ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. સંજય દત્ત પણ આમાંની મોટાભાગની ફિલ્મોનો ભાગ હશે. ક્યારેક દક્ષિણ તરફ, તો ક્યારેક બોલીવુડ તરફ… હવે સંજય દત્ત ‘બાગી 4’માં જોવા મળશે છે. આ ફિલ્મમાં સંજ્ય દત્ત ખુંખાર વિલનના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ સાથે ટકરાતા જોવા મળશે.

ટાઇગર શ્રોફે અત્યાર સુધીમાં 6 ફ્લોપ ફિલ્મો આપી છે. જોકે, છેલ્લી ફિલ્મમાં તેનું પાત્ર બધાને ગમ્યું હતું. જેના પર રોહિત શેટ્ટીએ આગામી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. આ દરમિયાન, તેની ‘બાગી 4’ અંગે એક મજબૂત અપડેટ બહાર આવ્યું છે. જે સાંભળીને તમે પણ ખુશ થઈ જશો.

એક અહેવાલ અનુસાર, બાગી 4ના નિર્માણના અંતિમ તબક્કાનું કામ ચાલી રહ્યું છે. જેમાં કોરિયોગ્રાફી, સેટ અને સંગીતમય સિક્વન્સ બાકી છે. આવી સ્થિતિમાં, ટાઇગર શ્રોફની ફિલ્મમાં ત્રણ હાઇ ઓક્ટેન ગીતો હશે. પહેલા ગીતનું શૂટિંગ તાજેતરમાં બોરીવલીના એક સ્ટુડિયોમાં શરૂ થયું છે. જેનું કોરિયોગ્રાફી ગણેશ આચાર્ય કરી રહ્યા છે. બીજી તરફ, એવું જાણવા મળ્યું કે અભિનેતા ફક્ત શારીરિક રીતે જ નહીં પરંતુ સર્જનાત્મક રીતે પણ પોતાની મર્યાદાઓને આગળ ધપાવી રહ્યો છે.

Exit mobile version