1. Home
  2. ગુજરાતી
  3. આ વ્યક્તિને બેંકમાંથી લોન ન મળતા બેંકને જ લગાવી દીધી આગ
આ વ્યક્તિને બેંકમાંથી લોન ન મળતા બેંકને જ લગાવી દીધી આગ

આ વ્યક્તિને બેંકમાંથી લોન ન મળતા બેંકને જ લગાવી દીધી આગ

0
Social Share
  • લોન ન મળતા યુવકે બેંકને લગાવી આગ
  • યુવ કે ગુસ્સા પરના કાબૂ ગુમાવ્યો

દિલ્હીઃ- વિશ્વમાં અજબ ગજબ લોકો જોવા મળે છે, કેટલાક લોકો પોતાના ગુસ્સા પર કાબૂ મેળવી શકતા નથી અને ન કરવાનું કરી બેેસે છે પરંતુ જ્યારે ભાન આવે ત્યારે ખૂબ મોડૂં થઈ ગયું હોય છે.ત્યારે આવી જ એક ઘટના કર્ણાટકમાં જોવા મળી છે.

વાત જાણે એમ છે કે બેંકના કામો થોડા ઘીમા હોય છે આપણે સૌ જાણઈએ છીએ અને તેમાં પણ બેંકમાંથી લોન લેવી સરળ કામ નથી. ઘણી વખત બેંક લોન આપવાની મનાઈ પણ કરી દે છે, પરંતુ કર્ણાટકના હાવેરીમાં એક વ્યક્તિને વારંવાર બેંકે લોન આપવાની ના પાડતા તે એટલો ગુસ્સે થયો કે તેણે બેંકને જ આગ લગાવી દીધી. પ્રકાપ્ત વિગતો પ્રમાણે આ કિસ્સો રવિવારના રોજ બન્યો હતો.કારણ કે રવિવાર ેબેંક બંધ હોય છે ત્યારે યુવકે તેનો ગુસ્સો બંકે પર નિકાળ્યો.

મીડિયા એહવાલ પ્રમાણે  કાગીનેલી પોલીસે આરોપી વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને તેની ભારતીય દંડ સંહિતાની કલમ 436, 477 અને 435 હેઠળ ધરપકડ કરવામાં  પણ આવી ચૂકી છે.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપીને લોનની જરૂર હતી અને તે માટે તે બેંકમાં ગયો હતો. જો કે, દસ્તાવેજોની ચકાસણી બાદ બેંકે વ્યક્તિને લોન આપવાનો ઇનકાર કરી દીધો હતો. આ વાતથી નારાજ થઈને વ્યક્તિએ રવિવારે બેંકમાં જ આગ લગાવી દીધી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code