1. Home
  2. ગુજરાતી
  3. આ વ્યક્તિએ જુગાડથી ટ્રેનમાં બનાવી પોતાના માટે ‘સ્પેશિયલ સીટ’,પછી જે થયું તે જોઈને તમે હસી પડશો
આ વ્યક્તિએ જુગાડથી ટ્રેનમાં બનાવી પોતાના માટે ‘સ્પેશિયલ સીટ’,પછી જે થયું તે જોઈને તમે હસી પડશો

આ વ્યક્તિએ જુગાડથી ટ્રેનમાં બનાવી પોતાના માટે ‘સ્પેશિયલ સીટ’,પછી જે થયું તે જોઈને તમે હસી પડશો

0
Social Share
  • જુગાડનો ફની વીડિયો આવ્યો સામે
  • આ વ્યક્તિએ પોતાના માટે ટ્રેનમાં બનાવી સીટ
  • પછી જે થયું તે જોઈને હસવા લાગશો

આપણા દેશમાં લોકો મોટાભાગે તેમના કામ કરવા માટે જુગાડનો સહારો લે છે, કારણ કે જુગાડ એ એક રસ્તો છે જેનાથી તમારું કામ સરળ બને છે અને અશક્ય કામ પણ શક્ય બને છે.તેથી જ જ્યારે પણ કોઈને કોઈ કાર્ય મુશ્કેલ કે અશક્ય લાગે છે ત્યારે તે પોતાનું કામ કરવા માટે જુગાડની પદ્ધતિ અપનાવે છે.હાલમાં જ વાયરલ થઈ રહેલો આ વીડિયો જુઓ, કેવી રીતે એક વ્યક્તિએ જુગાડ દ્વારા પોતાની જાતને ટ્રેનની સીટ મેળવી લીધી.

રજાઓ દરમિયાન છેલ્લી ઘડીએ ટ્રેનની ટિકિટ કન્ફર્મ ન થવાને કારણે અથવા અરજન્ટ કામના કારણે મુસાફરી કરવાને કારણે આપણામાંથી મોટાભાગના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.ખાસ કરીને તહેવારો દરમિયાન ટ્રેન ખૂબ જ ખીચોખીચ ભરેલી હોય છે. આવું જ કંઈક એક વ્યક્તિ સાથે થયું જ્યારે તે ટ્રેનમાં પહોંચ્યો, તેને સીટ ન મળી,પરંતુ તેણે એવો જુગાડ કર્યો કે,જેને જોઈને તમે પણ કહેશો – આ વ્યક્તિ ખરેખર ઇનોવેટિવ નીકળ્યો! પછી ક્લિપના અંતમાં કંઈક એવું બન્યું કે વ્યક્તિ હસવા પાત્ર બની ગયો.

https://www.instagram.com/p/CW2kjlnommw/?utm_source=ig_embed&ig_rid=3e44e98e-f73f-4356-8279-3f8972747b9b

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે,એક વ્યક્તિ બે બાજુની બર્થ વચ્ચે ચાદર બાંધે છે અને સૂવા માટે તેમાં ચઢી જાય છે. જેમ તે ઉપર ચડીને બેસવાનો પ્રયત્ન કરે છે, ત્યારે જ સીટ પરથી ચાદર ખુલી જાય છે અને તે વ્યક્તિ ધડાકા સાથે નીચે પડી જાય છે અને ટ્રેનમાં બધાની સામે હાસ્યને પાત્ર બની જાય છે.

આ ફની વીડિયોને memes.bks નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જેના કેપ્શનમાં લખ્યું છે કે ‘એટલો બધો જુગાડ બરાબર નથી ભાઈ’. અને કૈલાશ ખેરનું ગીત ‘કરલે જુગાડ’ પણ વીડિયો સાથે જોડવામાં આવ્યું છે.એક યુઝરે લખ્યું કે, ‘ભાઈ જુગાડને ચરમસીમા પર લઈ જવા માંગતા હતા પરંતુ નસીબ સાથ નહોતું આપ્યું.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘આગલી વખતે તે આવું જુગાડ કરતા પહેલા સો વખત વિચારશે.’

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code