1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભારતમાં થશે આ ખાસ સ્વદેશી ડ્રોનનું નિર્માણ -દુશ્મનોની સાયબર સુરક્ષાને આપશે મૂહતોડ જવાબ
ભારતમાં થશે આ ખાસ સ્વદેશી ડ્રોનનું નિર્માણ -દુશ્મનોની સાયબર સુરક્ષાને આપશે મૂહતોડ જવાબ

ભારતમાં થશે આ ખાસ સ્વદેશી ડ્રોનનું નિર્માણ -દુશ્મનોની સાયબર સુરક્ષાને આપશે મૂહતોડ જવાબ

0
Social Share
  • મેક ઈન ઈન્ડિયા હેઠળ સ્વદેશી ડ્રોનનું થશે નિર્માણ
  • દૂશ્મનોને આપશે મૂહતોડ જવાબ

દિલ્હી -દેશ આત્મ નિર્ભર દિશા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે હવે ભારતમાં સ્વદેશી ડ્રોન કાઉન્ટરનું નિર્માણકાર્ય હાથ ધરવામાં આવશે, આ ડ્રોન દુશ્મન દેશોની સાયબર સુરક્ષા સામે મૂહતોડ વળતો પ્રકાર કરશે.

દેશમાં કાઉન્ટર ડ્રોનનું નિર્માણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.આ બાબતે કહેવામાં આવી રહ્યું છે કે, આવનારા 10 મહિનાના સમયગાળા દરમિયાન દેશ એરોસ્પેસ ક્ષેત્રમાં આત્મનિર્ભર થઈ જશે.

આ ડ્રોન એક કલાકમાં 440 કિમીની ઝડપે ચારથી પાંચ દિવસ સુધી હવામાં રહેવાની ક્ષમતા ઘરાવે છે આ સાથે જ આ સ્વદેશી ડ્રોન 50 હજાર ફૂટની ઉચાઇથી મોનિટરિંગ કરવામાં સક્ષમતા સાથે દુશ્મોના ઈરાદા પર પાણ ફેરવવા તત્તપર રહેશે.

આ ડ્રોન દુશ્મન દેશોના સેટેલાઈટ જામ કરવાની ક્ષમતા ઘરાવે છે,આ શસ્ત્ર મિસાઇલ પોતે ઘુસણખોરોને બ્લાસ્ટ કરવા માટે સક્ષમ છે. ઇનબિલ્ટ રડાર સાથે બીજા દેશોના ઉપગ્રહને જામ કરીને નજીકના સક્રિય ડેટાને  હેક કરવામાં  પણ તે મદદરુપ સાબિત થશે.

દેશમાં કાઉન્ટર ડ્રોન બનાવવા માટે ટેક્નોલોજી આયાત કરાર કરવામાં આવી છે. મેક ઈન ઈન્ડિયા હેઠળ આ ડ્રોન તૈયાર કરવામાં આવી રહ્યા છે. જે આયાતી કાઉન્ટર ડ્રોન કરતા ખૂબ જ સસ્તા છે.  2.5 ટનનું વજન ધરાવતા આ ડ્રોનની કિમંત અંદાજે 25 કરોડ રુપિયા આંકવામાં આવી રહી છે,જે 50 હજાર ફૂટની ઊંચાઈથી મોનિટરિંગ કરવાની ક્ષમતા ધરાવે છે તેની સાથે સાથે 440 કિલો મીટરની ઝડપ પ્રિત કલાકની ધરાવે છે.

સાહિન-

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code