Homeગુજરાતીફિલ્મ ‘ગણપત’ના શૂટિંગ સેટ પર ટાઈગર શ્રોફ થયો ઘાયલઃ આંખો પર થઈ...

ફિલ્મ ‘ગણપત’ના શૂટિંગ સેટ પર ટાઈગર શ્રોફ થયો ઘાયલઃ આંખો પર થઈ ઈજા

  • ગણપતના સેટ પર ટાઈગર શ્રોફને થઈ ઈજા
  • આંખો પર ઈજા

મુંબઈઃ- બોલિવૂડ એક્શન હીરો ટાઈગર શ્રોફ તેમના ડાન્સને લઈને ચર્ચામાં રહેતા હોય છે,ત્યારે હાલ તેઓ શૂટિંગ વખતે ઈજા પામતા ચર્ચામાં આવ્યા છે,ટાઈગર શ્રોફે તેના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાંથી પોતાનો એક સેલ્ફી ફોટો શેર કર્યો છે, જેને જોઈને તેના ફેન્સ ખુશ થવાને બદલે અભિનેતા માટે  દુખી થઈ રહ્યા છે.

વાત જાણે એમ છે કે  ફોટામાં અભિનેતાની આંખોમાં સોજો અને કાળા ડાઘ દેખાઈ રહ્યા છે. ટાઈગરનો ફોટો જોઈને લાગી રહ્યું છે કે તેની આંખોમાં કોઈને મોટી ઈજા થઈ છે. વાત એવી છે કે ટાઈગર ‘ગણપત’ના શૂટિંગ દરમિયાન ઘાયલ થયો હતો, જેની જાણકારી તેણે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પરથી તસવીર શેર કરીને આપી હતી.

ટાઈગર શ્રોફના ફોટોના કેપ્શન પરથી લાગે છે કે તેની આંખમાં ઈજા ફિલ્મ ‘ગણપત’ના શૂટિંગ સેટ પર થઈ હતી. ફોટો શેર કરતા અભિનેતાએ લખ્યું, ‘ગણપત ફાઈનલ કાઉન્ટડાઉન’. આ ફોટોમાં જોઈ શકાય છે કે તેની આંખો લાલ થઈ ગઈ છે અને આંખો પર સોજા પણ જોવા મળી રહ્યા છે. આ સાથે જ આંખોની નીચે એક  બ્લેક કુંડાળું પણ જોઈ શકાય છે. જે ગંભીર ઈજાના સંકેત આપે છે. ફોટોમાં તે ગ્રીન ટી-શર્ટ અને જેકેટ પહેરેલો જોવા મળી રહ્યો છે. જો કે, ટાઈગરે તેની પોસ્ટમાં તેને કેવી રીતે ઈજા થઈ અને ક્યારે થઈ તે અંગે કોઈ પણ પ્રકારની માહિતી શેર કરી નથી.

ઉલ્લેખનીય છે કે ટાઈગર આ દિવસોમાં યુકેમાં ‘ગણપત’નું શૂટિંગ કરી રહ્યો છે. તે સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે ફિલ્મ વિશે સતત અપડેટ કરે છે. આ ફિલ્મમાં ફરી એકવાર દર્શકોને ટાઈગરની એક્શનથી ભરપૂર થ્રિલર ફિલ્મ જોવા મળશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular