1. Home
  2. ગુજરાતી
  3. મોંઘવારીનો વધુ એક મારઃ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર ટોલટેક્સમાં થયો વધારો
મોંઘવારીનો વધુ એક મારઃ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર ટોલટેક્સમાં થયો વધારો

મોંઘવારીનો વધુ એક મારઃ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર ટોલટેક્સમાં થયો વધારો

0
Social Share

અમદાવાદઃ પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારા ઉપરાંત અન્ય ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. જેથી કોરોના મહામારીને પગલે આર્થિક મુશ્કેલીનો સામનો કરતી જનતાના ખિસ્સાને અસર પડી છે. દરમિયાન અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટોલટેક્સમાં વધારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. ટોલટેક્સમાં રૂ. 5થી 15 સુધીનો વધારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદથી એક્સપ્રેસ-વે પરથી ગણતરીના કલાકોમાં વડોદરા પહોંચી જવાતું હોવથી દરરોજ મોટી સંખ્યામાં આ એક્સપ્રેસ-વે ઉપરથી પસાર થાય છે. હવે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પરથી પસાર થનાર વાહનચાલકે રૂ. 5 થી 15 સુધીનો વધારો ટોલ ટેક્સ પર ચુકવવો પડશે. અગાઉ વડોદરાથી અમદાવનો કારનો ટોલ ટેક્સ રૂપિયા 100 હતો. હવે 115 રૂપિયા કારચાલકે ચુકવવાના રહેશે. ભાવ વધારો થતા વડોદરા એક્સપ્રેસ-વે પરથી પસાર થતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર ટોલટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. જેથી અહીંથી પસાર થતા પેસેન્જર વાહનો પણ ભાડામાં વધારો કરે તેવી શકયતા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code