Site icon Revoi.in

અમદાવાદના કાળુપુર રેલવે સ્ટેશન બહાર ટ્રાફિક પોલીસની ડ્રાઈવ, 66 રિક્ષાઓ ડિટેઈન

Social Share

અમદાવાદઃ શહેરના કાળુપુર રેલવે સ્ટેશન બહાર છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. રેલવે સ્ટેશનની બહાર રિક્ષાઓ આડેધડ પાર્ક કરવામાં આવે છે. તેમજ રિક્ષાઓમાં નિયત કરતા વધુ પ્રવાસીઓને બેસાડવામાં આવતા હોય છે. તેમજ રિક્ષાચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી. તેથી શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં 66 જેટલી રિક્ષાઓ ડિટેઈન કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસની ડ્રાઈવથી રિક્ષાચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા કાળુપુર રેલવે સ્ટેશન બહાર રિક્ષાઓ માટેની ખાસ ડ્રાઇવ યોજાઈ હતી. જેમાં અડચણરૂપ પાર્ક કરેલી રિક્ષા અને કેપેસિટી કરતા વધુ પેસેન્જરને બેસાડનાર રિક્ષાચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસે આઠ કલાકમાં 66 જેટલી રિક્ષા ડિટેઇન કરી છે. હજુ પણ આ કાર્યવાહી ચાલુ જ રહેશે. કાલુપુર રેલવે સ્ટેશનના ઇનગેટથી લઈને આઉટ ગેટ સુધી રોડ પર ખૂબ ટ્રાફિક જામ થાય છે, જેથી શનિવારે સાંજે 4 વાગ્યાથી 12 વાગ્યા સુધી ડ્રાઇવ યોજવામાં આવી હતી. E ડિવિઝન પીઆઈ વી. કે. દેસાઈ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન રેલવે સ્ટેશન બહાર ટ્રાફિકમાં અડચણરૂપ પાર્ક કરેલી રિક્ષા અને કેપેસિટી કરતા વધુ પેસેન્જર બેસાડેલી રિક્ષા ડિટેઇન કરવામાં આવી હતી. પોલીસે 8 કલાકમાં 66 રિક્ષા ડિટેઇન કરી હતી.

ટ્રાફિક પોલીસના ઈ- ડિવિઝન પીઆઈ વી. કે. દેસાઈએ જણાવ્યું હતું કે, રેલવે સ્ટેશનનું રી-ડેવલોપમેન્ટ કામ ચાલુ હોવાથી રોડ સાંકડો થયો છે. સાકડા રોડમાં પણ કેટલાક રિક્ષાચાલકો અડચણરૂપ પાર્કિંગ કરી રહ્યા છે તથા જરૂરિયાત કરતા વધુ પેસેન્જર બેસાડી રહ્યા છે, જેને લઇને ડ્રાઇવ યોજવામાં આવી હતી. તમામ પોલીસ કર્મચારીઓને સતત ડ્રાઇવ ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે, જેથી ટ્રાફિક ઓછો થઈ શકે. અને પ્રવાસીઓને પણ કોઈ મુશ્કેલી ન પડે.

Exit mobile version