1. Home
  2. ગુજરાતી
  3. ચહેરાની સુંદરતાને લઈને છો પરેશાન, હવે અપનાવો આસાન ઉપાય અને પરત લાવો ચહેરાની સુંદરતા
ચહેરાની સુંદરતાને લઈને છો પરેશાન, હવે અપનાવો આસાન ઉપાય અને પરત લાવો ચહેરાની સુંદરતા

ચહેરાની સુંદરતાને લઈને છો પરેશાન, હવે અપનાવો આસાન ઉપાય અને પરત લાવો ચહેરાની સુંદરતા

0
Social Share
  • ચહેરાની સુંદરતા છે જરૂરી
  • પણ સાથે જાણકારી પણ છે જરૂરી
  • ખોટા ઉપાય ચહેરાને કરી શકે છે નુકસાન

ચહેરાની સુંદરતા વધારવા માટે અને તેનું જતન કરવા માટે આજના સમયમાં લોકો મોટી સંખ્યામાં ખર્ચા કરી રહ્યા છે. લોકોમાં આજકાલ પોતાના ચહેરાની સુંદરતાને લઈને ચિંતા પણ જોવા મળતી હોય છે તો હવે તે સમસ્યાથી તમામ લોકોને રાહત મળશે.

તો વાત એવી છે કે આપણે ઘણી વખત આપણા હાથ અને પગ પર વેક્સ કરીએ છીએ પરંતુ કેટલીક એવી મહિલાઓ છે જેને હાથ પગની સાથે ચહેરા પર પણ વાળ આવવા લાગે છે. જેને દૂર કરવા કેટલીક ટ્રીટમેન્ટ કરાવે છે પરંતુ કોઇ ફરક પડતો નથી.

જો તમે પણ આ રીતે સુંદરતા લાવવા માંગતા હોય તો હડપચીના વાળને દૂર કરવા માટે હળદરનો પેક સૌથી ઉત્તમ ઘરેલુ ઉપચાર છે. દૂધમાં એક ટેબલસ્પૂન હળદર મિક્સ કરવી તથા આ મિશ્રણને ચહેરા પર લગાવવું અને છેલ્લા 15 મિનિટ પછી નવશેકા પાણીથી ચહેરાને સાફ કરી લેવો.

કેટલાક લોકો સ્ક્રબનો પણ ઉપયોગ કરતા હોય છે પણ જો વાત કરવામાં આવે ખાંડ અને લીંબુની તો આ બંન્નેથી મિક્સ કરીને બનાવેલા સ્ક્રબ વાળને દૂર કરવા માટે બીજો સૌથી ઉત્તમ રસ્તો છે.

જાણકારી અનુસાર લીંબુમાં એસીટીક એસિડની માત્રા વધારે હોય છે તો ક્યારેક કોઈ વ્યક્તિને તે ઉપાય માફક ન પણ આવે, તો આ માટે તે વ્યક્તિએ કોઈ ડોક્ટર અથવા જાણકારની સલાહ સૂચન લેવા પણ જરૂરી બને છે. જાણકારી વગર કોઈ પણ વસ્તુનો ચહેરાની મુલાયમ સ્કિન પર ઉપયોગ કરવાથી ચહેરાની સુંદરતા વધારે પણ બગડી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code