Site icon Revoi.in

ગાઝીપુરમાં પૂરઝડપે પસાર થતી ટ્રક રોડની સાઈડમાં ઝુંપડામાં ઘુસી, 2ના મોત

Social Share

લખનોઃ ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લામાં રાત્રે એક દુ:ખદ અકસ્માત થયો હતો. ગહમાર પોલીસ સ્ટેશન વિસ્તારના કરહિયામાં એક અનિયંત્રિત ટ્રકે રસ્તાની બાજુમાં આવેલા ઝૂંપડાને ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં બે બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને નજીકની મેડિકલ કોલેજમાં લઈ જવાયા હતા. ઈજાગ્રસ્તોની હાલક ગંભીર છે.

અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધીને ડ્રાઇવરની શોધખોળ શરૂ કરી છે. આ ઘટના અંગે સ્થાનિક લોકો ગુસ્સે છે અને માર્ગ સલામતી પર સવાલો ઉઠાવી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે તપાસ ચાલુ છે અને આરોપીઓ ટૂંક સમયમાં પકડાઈ જશે.