Site icon Revoi.in

જવાબદાર AIના અમલીકરણ માટે વિશ્વાસ અને સલામતીની જરૂરીયાત: એસ.જયશંકર

Social Share

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે જવાબદાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના અમલીકરણ માટે વિશ્વાસ અને સલામતી જરૂરી છે. આજે નવી દિલ્હીમાં ટ્રસ્ટ એન્ડ સેફ્ટી ફેસ્ટિવલ ઇન્ડિયાને સંબોધતા ડૉ. જયશંકરે કહ્યું કે, આગામી વર્ષોમાં AI અર્થતંત્રમાં પરિવર્તન લાવશે, કામ કરવાની આદતોમાં ફેરફાર કરશે, નવા સ્વાસ્થ્ય ઉકેલો બનાવશે, શૈક્ષણિક સુલભતા વધારશે.

મંત્રીએ ઉમેર્યું કે જીવનશૈલીમાં AIનો સમાવેશ વિશ્વના દરેક ખૂણામાં દરેક નાગરિકને અસર કરશે. ડૉ. જયશંકરે AIના શાસન માટે સંતુલિત અભિગમ અપનાવવાની અને ડિજિટલ નાગરિકોના રક્ષણ માટે અસરકારક સુરક્ષા પગલાં લેવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.