
- શિયાળામાં વાળને રાખો હેલ્ધી
- અજમાવો આ ઘરેલું ઉપાય
- વાળની તમામ સમસ્યા થશે દૂર
મોટાભાગના લોકોને વાળની સમસ્યાનો સામનો કરવો પડે છે. આની સાથે જ શિયાળાના મહિનાઓમાં ડેન્ડ્રફ, ખંજવાળ, વાળ ખરવા અને ફાટવા જેવી સમસ્યાઓ સામાન્ય છે. શિયાળાની ઠંડી અને શુષ્ક હવામાન આપણા વાળની શુષ્કતા વધારે છે. આ સમસ્યાનો સામનો કરવા માટે, આપણે ઘણીવાર કેમિકલ આધારિત હેર કેર પ્રોડક્ટ્સની મદદ લઈએ છીએ, પરંતુ મોટાભાગે તે આપણા વાળને ફાયદા કરતાં વધુ નુકસાન પહોંચાડે છે.
એવામાં તમે શિયાળામાં તંદુરસ્ત વાળ જાળવી રાખવા માટે કુદરતી ઉપાયો અજમાવી શકો છો.આ કુદરતી ઘટકો આપણા વાળને ઉગાડવામાં મદદ કરે છે અને આપણા વાળને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરશે.
નાળિયેર તેલ અને લસણ
શિયાળામાં ડેન્ડ્રફનો સામનો કરવા માટે આ એક ઉત્તમ ઉપાય છે. રસ કાઢવા માટે લસણની કેટલીક તાજી કળીઓને પીસી લો. તાજા લસણનો રસ અને નાળિયેર તેલ 1:2 ના પ્રમાણમાં મિક્સ કરો.આ મિશ્રણને સ્કેલ્પ પર લગાવો અને થોડીવાર માટે તમારી આંગળીઓથી હળવા હાથે મસાજ કરો. તેને સ્કેલ્પ અને વાળ પર 30-40 મિનિટ માટે રહેવા દો અને પછી હળવા શેમ્પૂથી ધોઈ લો. તમે અઠવાડિયામાં 2 વખત તેનો ઉપયોગ કરી શકો છો.
કેળું અને ઓલિવ તેલ
એક નાનું પાકેલું કેળું લો અને તેને એક બાઉલમાં મેશ કરો. તેમાં 1-2 ચમચી ઓલિવ તેલ ઉમેરો. સાથે મિક્સ કરીને સ્મૂધ પેસ્ટ બનાવો. તેને આખા વાળ અને સ્કેલ્પ પર લગાવો. પહેલા તમારા વાળને સેક્શન કરો અને પછી લગાવવાનું શરૂ કરો.તે બાદ તમારા વાળને છૂટક બનમાં બાંધો અને શાવર કેપ પહેરો.માઇલ્ડ શેમ્પૂથી ધોતા પહેલા માસ્કને 30-40 મિનિટ માટે છોડી દો.તમે અઠવાડિયામાં એક કે બે વાર તેનો ઉપયોગ કરી શકો છો.