Site icon Revoi.in

દિલ્હીની બે શાળાઓને બોમ્બની ધમકી મળી, પોલીસ તંત્ર દોડતું થયું

Social Share

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીની બે મોટી જાણીતી શાળાઓ ડીપીએસ આરકે પુરમ અને પશ્ચિમ વિહારની જીડી ગોએન્કાને બોમ્બની ધમકી મળી છે. આ ધમકી ઈ-મેલ દ્વારા આપવામાં આવી છે. આ ધમકી બાદ શાળા પ્રશાસને સાવચેતીના પગલારૂપે તમામ બાળકોને ઘરે મોકલી દીધા છે. ધમકીની માહિતી મળતાં જ દિલ્હી પોલીસ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેના નિવેદનમાં, પોલીસે પુષ્ટિ કરી છે કે તેમને ડીપીએસ અને જીડી ગોએન્કા સ્કૂલને બોમ્બની ધમકી મળી છે. પોલીસે જણાવ્યું કે તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલ તપાસમાં કોઈપણ પ્રકારની શંકાસ્પદ હકીકત બહાર આવી નથી. આ પહેલા 20 નવેમ્બરે રોહિણીની વેંકટેશ્વર ગ્લોબલ સ્કૂલને પણ બોમ્બની ધમકી મળી હતી. 21 ઓક્ટોબરના રોજ તમિલનાડુની એક CRPF સ્કૂલને પણ બોમ્બની ધમકી મળી હતી.

20 ઓક્ટોબરે દિલ્હીના રોહિણી વિસ્તારમાં આવેલી CRPF સ્કૂલની દિવાલમાં વિસ્ફોટ થયો હતો. જેના કારણે આસપાસની દુકાનો અને વાહનોને નુકસાન થયું હતું. ખાલિસ્તાની સમર્થક ટેલિગ્રામ જૂથે વિસ્ફોટની જવાબદારી લીધી હતી. આ પછી દિલ્હી પોલીસે તે ટેલિગ્રામ વિશે માહિતી એકત્રિત કરી. તાજેતરમાં ઘણી શાળાઓ, એરલાઇન્સ, હોટલ અને સ્ટેશનોને બોમ્બની ધમકીઓ મળી છે. જોકે અંતે આ ઘટનાઓ ખોટી સાબિત થઈ હતી.

સંસદના શિયાળુ સત્રમાં બોલતા, નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે કહ્યું હતું કે એરલાઇન્સ દ્વારા 2023માં 122થી વધીને 2024માં 994 થઈ ગઈ છે, જે 714.7 ટકાનો વધારો દર્શાવે છે. એરલાઈન્સને જૂનમાં બોમ્બની ધમકીના 666 કોલ મળ્યા હતા. જૂન મહિનામાં આવી 122 ધમકીઓ મળી છે. તે જ સમયે, સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2023માં 15 ધમકીભર્યા કોલ રેકોર્ડ કરવામાં આવ્યા હતા.