1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઉકાઈ ડેમની જળસપાટી 342,58 ફૂટે પહોંચી, તાપી નદીમાં 2.50 લાખ ક્યુસેસક પાણી છોડાયું
ઉકાઈ ડેમની જળસપાટી 342,58 ફૂટે પહોંચી, તાપી નદીમાં 2.50 લાખ ક્યુસેસક પાણી છોડાયું

ઉકાઈ ડેમની જળસપાટી 342,58 ફૂટે પહોંચી, તાપી નદીમાં 2.50 લાખ ક્યુસેસક પાણી છોડાયું

0
Social Share

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોસ જામ્યો છે. જેમાં ઉકાઈ ડેમના ઉપરવાસમાં સારો વરસાદ પડતા તાપી નદી પરના કડાણા ડેમની જળસપાટીમાં વધારો થયો તાપી નદીમાં 2.50 લાખથી વધુ ક્યુસેક પાણી છોડાતા નદીકાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. ડેમની જળસપાટી 342.58 ફુટે પહોંચી છે.

મધ્યપ્રદેશમાં સર્જાયેલો પ્રેસરને કારણે મહારાષ્ટ્રમાં પડેલા અવિરત વરસાદને પગલે મહારાષ્ટ્રમાં આવેલ હથનુર અને પ્રકાશના ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમમાં ભરપૂર માત્રામાં પાણીની આવક નોંધાવવા પામી હતી. ઉકાઈ ડેમમાં ગતરોજથી જ લાખો ક્યુસેક પાણી આવવાની સાથે ડેમની સપાટી રૂલ લેવલને પાર કરી ગઈ હતી. હાલ ઉકાઈ ડેમમાં 3 લાખ 85 હજાર જેટલું પાણી આવી રહ્યું છે જેને પગલે ડેમની સપાટી રૂલ લેવલને પાર કરી ગઈ છે. હાલ ડેમની સપાટી 341 ફૂટ પર પહોંચી છે. જેને પગલે તેમના સત્તાધીશો દ્વારા ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 15 દરવાજા 7 ફૂટ ખોલી 2.50 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

સિંચાઈ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, તાપી નદી પરના ઉકાઈ ડેમમાંથી રવિવારે બપોરના 4 વાગ્યા સુધીમાં ઉપરવાસની પરિસ્થિતી ધ્યાન લઇ 2,50,000 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.  હાલમાં ઉકાઇ ડેમની સપાટી 341.89 ફૂટને વટાવી ગઈ છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. હાલ પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. નદીકાંઠાના ગામો સંપર્ક વિહોણા બન્યા છે. તેમજ રાઉન્ડ ધ ક્લોક ઉકાઈ ડેમનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે, કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે આગમચેતીના ભાગ રૂપે કોસાડી કોઝવે, માંડવી બંધ કરવામાં આવ્યો છે. તથા તકેદારીના ભાગ રૂપે ડેમના હેઠવાસમાં નદી કિનારે આવેલા માંડવી તાલુકાનાં ગામનાં નાગરિકોને નદીમાંથી અવરજવર ન કરવા તેમજ ઢોર-ઢાંખર, નદીના પટમાં ન લઈ જવા તાકીદ કરવામાં આવી છે.

મધ્યપ્રદેશમાં સર્જાયેલી લો પ્રેસર સિસ્ટમના કારણે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા ભારે વરસાદના કારણે હથનુર ડેમની સપાટી શુક્રવારે ભયજનક સપાટી નજીક પહોંચી ગઇ હતી. હથનુર ડેમના 41 ગેટ ખોલીને 4.23 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ પાણીના કારણે પ્રકાશ ડેમમાંથી પાણી છોડવામાં આવતા શનિવારે બપોર સુધીમાં ઉકાઇ ડેમમાં પાણીનો આવરો વધીને 2.86 લાખ ક્યુસેક થયો હતો. ત્યારબાદ રવિવારે ડેમમાં પાણીની આવક સતત વધવાને લીધે તાપી નદીમાં 2.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code