Site icon Revoi.in

યુક્રેન-રશિયા યુદ્ધ બની ગયું ખતરનાક! ઉત્તર કોરિયાએ પુતિનને 10 હજારથી વધુ મિસાઈલો મોકલી

Social Share

રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ ખતમ થઈ રહ્યો નથી. હાલમાં જ અમેરિકાએ દાવો કર્યો હતો કે ઉત્તર કોરિયાના 8000 સૈનિકો હાલમાં યુક્રેનની સરહદ પાસે રશિયાના કુર્સ્ક વિસ્તારમાં હાજર છે. આ સૈનિકો યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાને મદદ કરવાની તૈયારી કરી રહ્યા છે.

આ દરમિયાન ઉત્તર કોરિયાએ યુક્રેન સામેની લડાઈમાં રશિયાને 1000થી વધુ મિસાઈલો આપી છે. આ જાણકારી દક્ષિણ કોરિયાના રક્ષા મંત્રીએ આપી છે.

દક્ષિણ કોરિયાના સંરક્ષણ પ્રધાન કિમ યોંગ-હ્યુને ગુરુવારે કહ્યું કે ઉત્તર કોરિયાએ યુક્રેનમાં લડવા માટે સૈનિકો ઉપરાંત રશિયાને 1,000 થી વધુ મિસાઇલો મોકલી છે.

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને હાલમાં જ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે હાલમાં રશિયામાં ઉત્તર કોરિયાના 10,000 સૈનિકો હાજર છે. તેમાંથી રશિયાના કુર્સ્ક ક્ષેત્રમાં 8000થી વધુ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. તેણે આશંકા વ્યક્ત કરી છે કે આગામી દિવસોમાં રશિયા આ સૈનિકોનો ઉપયોગ યુક્રેન સામેના યુદ્ધમાં કરી શકે છે.

અમેરિકી વિદેશ મંત્રી બ્લિંકને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે રશિયા ઉત્તર કોરિયાના સૈનિકોને આર્ટિલરી, ડ્રોન અને પાયદળ ઓપરેશનના ઉપયોગની તાલીમ આપી રહ્યું છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે તે આ સૈનિકોનો ઉપયોગ ફ્રન્ટ લાઇન ઓપરેશનમાં કરી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે છેલ્લા 100 વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે રશિયાએ વિદેશી સૈનિકોને પોતાના દેશમાં આમંત્રણ આપ્યું છે.

Exit mobile version