1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ULPIN: Unique Land Parcel Identification Number
ULPIN: Unique Land Parcel Identification Number

ULPIN: Unique Land Parcel Identification Number

0
Social Share
  • ULPIN એટલે Unique Land Parcel Identification Number. તાજેતરમાં ભારત સરકાર દ્વારા આ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે.
  • માર્ચ-2022 સુધીમાં આ વ્યવસ્થા પ્રાયોગિક ધોરણે ભારતના કેટલાક રાજ્યોમાં લાગુ કરવામાં આવશે. આ રાજ્યો એટલે હરિયાણા, બિહાર, ઓડિશા, જારખંડ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ગુજરાત, સિક્કિમ, ગોવા, મધ્યપ્રદેશ અને કર્ણાટક.
  • ULPIN એક રીતે જમીનના આધાર કાર્ડ નંબર જેવી સુવિધા કહી શકાય. તે 14 આંકડાનો એક ચોક્કસ ક્રમાંક (નંબર) હશે.
  • ULPIN જમીનના ભૌગોલિક સ્થાન (અક્ષાંશ અને રેખાંશ)ના આધારે તૈયાર કરવામાં આવશે.
  • ULPIN દ્વારા એક રીતે જમીનની બેન્ક તૈયાર થશે.
  • ULPIN વ્યવસ્થા ભારતને સંકલિત જમીન માહિતી વ્યવસ્થાપનની સુવિધા તરફ આગળ લઈ જશે.
  • આ વ્યવસ્થા માટે જમીન સંબંધિત માહિતી જ નહીં પરંતુ જમીન સંબંધિત થતી લેવડ દેવડને પણ જોડી દેશે.
  • સરકારી વિભાગો વચ્ચે જમીનની માહિતીની આપ-લેને સરળ કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code