Site icon Revoi.in

બનાસકાંઠાના હડાદમાં જમીનના વિવાદમાં કાકાએ ભત્રીજાની કરી હત્યા

Social Share

પાલનપુર, 6 મે 2026Uncle kills nephew over land dispute  બનાસકાંઠા જિલ્લાના હડાદ તાલુકાના નવા વાસ કાંઠ ગામે યોજાયેલા ગોરના મેળામાં કાકાએ પોતાના સગા ભત્રીજાની ધોકા અને બેટ વડે જીવલેણ હુમલો કરી હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. તોરણિયા ગામના કાકા-ભત્રીજા વચ્ચે જમીન બાબતે માથાકૂટ ચાલી રહી હતી. તેની અદાવતમાં કાકાએ ભત્રીજાની હત્યા કરી હતી.

આ બનાવની વિગત એવી છે કે,  હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારના નવાવાસ કાંઠ ગામે પરંપરાગત ‘ગોરના મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં લોકો મેળાની મજા માણી રહ્યા હતા, ત્યારે જમીન બાબતે ચાલી રહેલા જૂના ઝગડાને કારણે કાકા-ભત્રીજા સામસામે આવી ગયા હતા. તોરણીયા ગામના રહેવાસી આરોપી નોપાભાઈ ફુલાભાઈ તરાલે આવેશમાં આવી જઈ પોતાના ભત્રીજા કનાભાઈ (કરણભાઈ) તરાલ પર ક્રિકેટના બેટ વડે આડેધડ હુમલો કરવાનું શરૂ કર્યું હતું. આરોપીએ ભત્રીજાને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ગંભીર રીતે ઘાયલ કનાભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે અંબાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઈજાઓ એટલી ગંભીર હતી કે ફરજ પરના તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. જમીનના ટુકડા માટે કાકાએ ભત્રીજાનો જીવ લેતા પરિવારમાં માતમ છવાયો છે.

આ ઘટનાની સૌથી આઘાતજનક બાબત એ છે કે, જ્યારે આરોપી બેટથી હુમલો કરી રહ્યો હતો ત્યારે કોઈએ આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આરોપી કઈ રીતે નિર્દયતાપૂર્વક હુમલો કરી રહ્યો છે. આ વીડિયોના આધારે પોલીસે આરોપીની ઓળખ પણ કરી લીધી છે.

Exit mobile version