
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ હિલ સ્ટેશનો પર જામતી ભીડને કોરોનાની ગંભીરતા સમજાવતો વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો, જુઓ શું છે વીડિયોમાં
- કોરોનાની સ્થિ સમજાવતો વીડિયો મંત્રીએ ટ્વિટ કર્યો
- હિલ સ્ટેશનો પર જામતી ભીડને સમજાવાનો કર્યો પ્રયત્ન
દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોનાના કેસો ફરીથી વધવાની ઘટાનાઓ સામે આવી રહી છે, કેરળ રાજ્યમાં સતત વધતા કેસો કોરોનાની ત્રીજી લહેરની શંકાઓની પૃષ્ટિ કરાવી રહ્યા છે, સ્થિતિ ખરાબ થતી હોવા છંત્તા દેશની જનતા હિલસ્ટેશનો પર જાણે એ રીતે ફરી રહી છે કે કોરોના જતો રહ્યો છે, પરંતુ કોરોનાની સ્થિતિમાં જો હજી આપણે આ રીતે બેદરકારી દાખવીશું તો આગળ જતા સ્થિતિ ત્રીજી લહેર સુધી પહોંચે તો તેના જવાબદાર આપણે પોતે જ હોઈશું, હવે આ બબાતે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માડવિયાએ પણ ચિંતા જતાવી છે.
આરોગ્યમંત્રી એ પોતાનાન ટ્વિટર હેન્ડલ પર એક સરસ વીડિયો પોસ્ટ કર્યો છે, અને કોરોના માટે લોકોને જાગૃત કરવાનો સારો પ્રયત્ન કર્યો છે,તેમણે આ વીડિયોના માધ્યમથી જનતાને બતાવાનો પ્રયત્ન કર્યો છે કે, કોરોના સમગ્ર રીતે ખતમ થયો નથી માટે હજી પણ સાવધાની દાખવવી જરુરી છે.
આ વીડિયોમાં જોવા મળે છે કે એક કપલ રજાઓ માણવા બહાર જઈ રહ્યું હોય છે જેથી મિત્રને ફોનમાં કહે છે કે મારા માટે સારી હોટલ બુક કરાવી આપો, અને બીજી જ ક્ષણે તેની પત્નિ કોરોના સંક્રમિત થાય છે, અને તરતજ એક સંદેશ આવે છે,કોરોનાનો…જૂઓ વીડિયો
छुट्टियाँ मनाने बाहर जा रहे हैं? रुकिए !#ZaraSochiye 👇🏽 pic.twitter.com/S23M5qdJMA
— Mansukh Mandaviya (@mansukhmandviya) August 4, 2021
આ ખાસ વીડિયો પોસ્ટ કરતા કેપ્શનમાં મંત્રી એ લખ્યું છે કે, રજાઓની ઉજવણી કરવા બહાર જઈ રહ્યા છો? ઊભા રહો, #ZaraSochiy। ત્યારે હવે મંત્રી દ્રારા ટ્વિટ કરવામાં આવેલા આ વીડિયોને સેંકડો વખત રિટ્વિટ પણ કરવામાં આવ્યો છે.