![UPSC સિવિલ સર્વિસનું ફાઈનલ પરિણામ થયું જાહેર- ઈશિતા કિશોર બની ટોપર, ટોપ 3 માં યુવતીઓએ બાજી મારી](https://www.revoi.in/wp-content/uploads/2023/05/1523.jpg)
UPSC સિવિલ સર્વિસનું ફાઈનલ પરિણામ થયું જાહેર- ઈશિતા કિશોર બની ટોપર, ટોપ 3 માં યુવતીઓએ બાજી મારી
- UPSC સિવિલ સર્વિસનું ફાઈનલ પરિણામ જાહેર
- ઈશિતા કિશોર રહી ટોપ પર
દિલ્હીઃ- ભારતમાં ખૂબ જ હાર્ડ ગણાતી એવી એક્ઝામ એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSC એ આજે સિવિલ સર્વિસ એક્ઝામ (UPSC CSE 2022)નું પરિણામ જાહેર કર્યું છે. આ પરિણામમાં ઈશિતા કિશોરે પરીક્ષામાં ટોપ કર્યું છે, જ્યારે ગરિમા લોહિયા અને ઉમા હરિતી એ અનુક્રમે બીજું અને ત્રીજું સ્થાન મેળવ્યું છે.
UPSC CSE 2022 પરીક્ષામાં ટોપર ઈશિતા કિશોર શ્રી રામ કોલેજ ઓફ કોમર્સમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક થયેલ છે. કોલેજના હોશિયાર વિદ્યાર્થીઓમાં તે એક છે. તેના સમર્પણ અને સખત મહેનતથી, ઈશિતાએ માત્ર તેના પરિવારને જ નહીં, પરંતુ કોલેજનું નામ પણ રોશન કર્યું છે.દેશમાં ટોપ સ્થાન મેળવીને તેણે તેની સાચી મહેનત સાર્થક કરી બતાવી છે.
આ પરીક્ષામાં યુવતીઓ ટોપ પર જોવા મળે છે. આ વખતે ટોપ 5માં ત્રણ યુવતીઓનો સમાવેસ થયો છે. ચોથું સ્થાન મયુર હજારિકા અને પાંચમું રત્ન નવ્યા જેમ્સે મેળવ્યું હતું.આ સહીત જયપુરના ગોપાલપુરા અર્જુન નગરમાં રહેતા અભિજીતે દેશમાં 440મો રેન્ક મેળવ્યો છે. અભિજીતના પિતા અનૂપ સિંહે જણાવ્યું કે અભિજીતે આ બીજા પ્રયાસે સિદ્ધી હાંસલ કરી છે.
ઉલ્લેખનીય છે કે UPSCના અંતિમ પરિણામમાં, નિમણૂક માટે કુલ 933 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી, જેમાંથી 345 ઉમેદવારો બિન અનામત, 99 EWS, 263 OBC, 154 SC અને 72 ST કેટેગરીના છે. IAS પદો પર પસંદગી માટે 180 ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.
જાણકારી અનુસાર 18 એપ્રિલ સુધી UPSC સિવિલ સર્વિસ પરીક્ષાના ઈન્ટરવ્યુ ચાલી રહ્યા હતા. ઇન્ટરવ્યુ રાઉન્ડ 30 જાન્યુઆરીથી શરૂ થયો હતો. મુખ્ય પરીક્ષામાં ક્વોલિફાય થયેલા લગભગ 2,529 ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા હતા. સિવિલ સર્વિસ પરીક્ષા 2022 હેઠળ, UPSC એ IAS, IPS સહિતની સેવાઓમાં 1011 જગ્યાઓની ભરતી કરાઈ હતી.