નવી દિલ્હી, 29 સપ્ટેમ્બર 2026: ભારત અને અન્ય 19 દેશોમાંથી આયાત કરવામાં આવતી, દુર્લભ રોગોની સારવારમાં વપરાતી કેટલીક વિશિષ્ટ દવાઓ અને તેના સંબંધિત ઘટકો પર અમેરિકામાં કોઈ જકાત (ડ્યુટી) લાદવામાં આવશે નહીં.
યુએસ વાણિજ્ય વિભાગે ‘ફેડરલ રજિસ્ટર’માં આ દેશોની યાદી પ્રકાશિત કરી છે. અમેરિકા 29 સપ્ટેમ્બરથી અમુક પેટન્ટ ધરાવતી દવાઓ અને તેના સંબંધિત ઘટકોની આયાત પર 100 ટકા ટેરિફ લાદવાની તૈયારી કરી રહ્યું છે.
2 એપ્રિલના રોજ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુનાઇટેડ સ્ટેટ્સમાં પેટન્ટ ધરાવતી દવાઓ, જૈવિક દવાઓ અને તેના સંબંધિત ઘટકોની આયાત પર ટેરિફ (આયાત જકાત) લાદવાની જાહેરાત કરી. આનો ઉદ્દેશ્ય દેશમાં સ્થાનિક ફાર્માસ્યુટિકલ ઉત્પાદનને વેગ આપવાનો છે.
ભારત ઉપરાંત આર્જેન્ટિના, બાંગ્લાદેશ, કંબોડિયા, એક્વાડોર, અલ સાલ્વાડોર, યુરોપિયન યુનિયન, ગ્વાટેમાલા, ઇન્ડોનેશિયા, જાપાન, જોર્ડન, મલેશિયા, ઉત્તર મેસેડોનિયા, દક્ષિણ કોરિયા, સ્વિત્ઝર્લેન્ડ, લિક્ટેનસ્ટાઇન, તાઇવાન, થાઇલેન્ડ, યુકે અને વિયેતનામ પણ શૂન્ય-ટેરિફ શ્રેણીમાં છે.
વધુ વાંચો: નીરુ ધાંડાની ઐતિહાસિક સિદ્ધિ, એશિયન ગેમ્સમાં ભારતને મળ્યું પાંચમું સુવર્ણ ચંદ્રક


