Homeગુજરાતીચહેરા પર રહેલા અણગમતા વાળને કરો દૂર, સ્ત્રીઓ માટે ખાસ

ચહેરા પર રહેલા અણગમતા વાળને કરો દૂર, સ્ત્રીઓ માટે ખાસ

  • ચહેરા પર ન ગમતા વાળને કરો દૂર
  • અપનાવો ઘરેલુ ઉપાય
  • થોડા દિવસોમાં જોવા મળશે ફરક

ચહેરા પર આવતા ન જરૂરી વાળથી કેટલીક વાર મહિલાઓને શરમ અનુભવવી પડતી હોય છે. વારંવાર પાર્લર ગયા પછી પણ તે સમસ્યાનો અંત આવતો નથી. તો હવે એક પ્રયાસ ઘરેલુ ઉપાય માટે પણ કરવો જોઈએ. ઘરે જ વણજોઇતા વાળ હટાવવા માગો છો તો એ માટે માત્ર સફેદ ટૂથપેસ્ટની મદદ લો. ટૂથપેસ્ટ એવું લો કે જે નોર્મલ હોય. કોઇ ફ્રેગ્નેંસ અથવા ફ્લેવરવાળી ના હોય.

આ માટે એક પેસ્ટ બનાવવું પડે છે જેને સૌથી પહેલા તો એક વાસણમાં ટૂથપેસ્ટ અને ચણાનો લોટ નાખી દો, પછી તેને સારી રીતે મિક્સ કરી લો. હવે તેમાં દૂધ ઉમેરો અને તેને ફરીથી સારી રીતે મિક્સ કરો. પેસ્ટ બહુ જાડી ન હોવી જોઈએ. જો તે ખૂબ જાડી હોય તો પછી તેમાં થોડું વધુ દૂધ ઉમેરો. આવાં વાળ દૂર કરવાની ક્રીમ બનાવવી પડશે.

તેને ચહેરા પર લગાવવાની રીત આ છે કે ચહેરા પર જ્યાં વાળ ન જોઈતા હોય ત્યાં આ ઘરેલું ક્રિમ લગાવો. તે સૂકાઇ ગયા બાદ કૉટન પેડ અથવા બોલની મદદથી આ હોમમેડ ક્રીમને વાળોની વિપરિત દિશામાં ઘસો. 2-3 ઘસ્યા બાદ જ્યારે સંપૂર્ણ રીતે તે હટી જાય, તો ચહેરાને પાણીથી ધોઇ નાખો. અંતમાં મોશ્ચ્યુરાઇઝર લગાવવાનું ના ભૂલો.

જો કે આ પ્રકારની કાળજી કેટલાક લોકોને માફક ન પણ આવી શકે, તો તે માટે તે લોકોએ પહેલા જાણકારની અથવા ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

સંબંધિત લેખો

Most Popular