1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તરપ્રદેશઃ વારાણસીમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવાશે
ઉત્તરપ્રદેશઃ વારાણસીમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવાશે

ઉત્તરપ્રદેશઃ વારાણસીમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવાશે

0
Social Share

લખનૌઃ વારાણસીના રાજતલબ વિસ્તારમાં ગંજરીમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ માટે બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા અને સચિવ જય શાહ કાશી પહોંચ્યા હતા. વહીવટી અધિકારીઓની સાથે રાજીવ શુક્લ અને જય શાહ ગંજરીમાં જે જગ્યાની પસંદગી કરવામાં આવી છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 જુલાઈએ કાશીની મુલાકાત દરમિયાન રમતગમતને પ્રોત્સાહન આપવા માટે ઘણી જાહેરાતો કરી હતી. BCCI દ્વારા બનાવવામાં આવનાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ માટે રાજ્ય સરકાર 25 એકર જમીન આપવામાં આવશે.

સુત્રોના જણાવ્યા અનુસાર ગંજરીમાં લગભગ 14 એકર સરકારી જમીન છે. અહીં માત્ર 10 થી 12 એકર જમીનની વધુ જરૂર પડશે. રિંગરોડની નજીક હોવાને કારણે વારાણસી, પ્રયાગરાજ, ગાઝીપુર સહિત અન્ય જિલ્લાઓમાંથી પણ અહીં આવવું સરળ છે.

(PHOTO-FILE)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code