
લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ આજે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. બીજેપીએ પોતાના ચૂંટણી ઢંઢેરાનું લોક કલ્યાણ સંકલ્પ પત્ર 2022 નામ આપ્યું છે. પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સીએમ યોગીની સાથે ઘોષણાપત્ર જાહેર કર્યુ છે.
ઘોષણાપત્ર જાહેર કર્યા બાદ અમિત શાહે જણાવ્યું હતું કે, આ માત્ર ઘોષણાપત્ર નહીં આ સંકલ્પપત્ર છે. ઉત્તરપ્રદેશને નવા ભવિષ્ય તરફ લઈ જવાનો સંકલ્પપત્ર છે. આમારા 212 સંકલ્પ છે. તમામ 18 મંડળોમાં એન્ટી કરપ્શન ઓર્ગેનાઈઝેશન યુનિટની સ્થાપના કરાશે. મેરઠમાં કોતવાલ ધનસિંહ ગુર્જર અત્યાધુનિક પોલીસ ટ્રેનિંગ સેન્ટર, લવ જેહાદ પર 10 વર્ષની જેલ અને એક વર્ષનો દંડ, મેરઠ, રામપુર, આઝમગઢ, કાનપુર અને બહરાઈચમાં એન્ટી ટેરરિસ્ટ કમાન્ડો સેન્ટર બનાવાશે. દરેક પોલીસ સ્ટેશનમાં સાઈબર હેલ્પ ડેસ્ક હશે. 5 વિશ્વ સ્તરીય એક્ઝીબીશન અને અત્યાધુનિક કન્વેંશન સેન્ટર બનાવાશે. 3 આધુનિક ડાટા સેન્ટર પાર્ક, કાનપુરમાં મેગા લેધર પાર્ક, 10 લાખ રોજગારી અને સ્વરોજગારીની તકો ઉભી કરાશે.
બાબુજી કલ્પાણસિંહ ગ્રામ ઉન્નત યોજના, વારાણસી, મિરઝાપુર અને ચિત્રકુટમાં રોપ-વે સેવા શરૂ કરવામાં આવશે. 2000 નવી બસોના માધ્યમથી તમામ ગામમાં બસ સેવા શરૂ કરાશે. સમગ્ર ઉત્તરપ્રદેશમાં અન્નપુર્ણા કેન્ટીન શરૂ કરાશે. કાશી, મેરઠ, ગોરખપુર, બરેલી, ઝાંસી અને પ્રયાગરાજમાં મેટ્રો, માછીમાર સમાજ માટે નદીઓ પાસે લાઈફ ગાર્ડની નિયુક્તિ કરાશે. રાજકીય આશ્રમ પદ્ધતિ વિદ્યાલયની સ્થાપના કરાશે. ઈડબ્લ્યુએસ કલ્યાણ બોર્ડનું ગઠન કરવામાં આવશે. તમામ નિર્માણ શ્રમિકોને મફત જીવન વીમો, દિવ્યાંગ અને સિનિયર નાગરિકોને રૂ. 1500 પેન્શન પ્રતિમાહ આપવામાં આવશે. મહર્ષિ વાલ્મીકીના ચિત્રકુટમાં, સંત રવિદાસનું બનારસમાં, નિષાદરાજ ગુહ્માનું શ્રૃંગ્વેરપુરમાં અને ડો ભીમરાવ આંબેડકરની સ્મૃતિમાં સાંસ્કૃતિક કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે.