
લખનૌઃ ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ આજે સીએમ યોગી આદિત્યનાથએ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યાં હતા. શપથવિધી સમારોહમાં મોટી સંખ્યામાં રાજકીય મહાનુભાવો અને સાધુ-સંતો ઉપસ્થિત રહ્યાં હતા. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યાં હતા. આ ઉપરાંત કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠકએ નાયબ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યાં હતા. એટલું જ નહીં મંત્રીમંડળના તમામ મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યાં હતા. યોગીના મંત્રી મંડળમાં પાંચ મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. શપથવિધિ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
ઉત્તરપ્રદેશમાં ઈકાના સ્ટેડિયમમાં મુખ્યમંત્રીનો શપથવિધિ સમારોહ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવો અને ભાજપના નેતા-કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત સૂર્ય પ્રતાપ શાહી, સુરેશ ખન્ના, સ્વતંત્ર દેવ સિંહ, બેબી રાની મૌર્ય, જયવીર સિંહ, ધર્મપાલ સિંહ, નન્દગોપાલ ગુપ્તા, ભુપેન્દ્ર ચૌધરી, અનિલ રાજભર, જીતિન પ્રસાદ, રાકેશ સચાન, અરવિંદ કુમાર શર્મા, આશીષ પટેલ, સંજય નિષાદ સહિતના નેતાઓએ શપથ ગ્રહણ કર્યાં હતા.
યોગી આદિત્યનાથની સરકારમાં કેબિનેટમાં સૂર્ય પ્રતાપ શાહી, સુરેશકુમાર ખન્ના, સ્વતંત્ર દેવ, બેબી રાની મૌર્ય, લક્ષ્મી નારાયણ ચૌધરી, જયવીરસિંગ, ધર્મપાલસિંહ, નંદગોપાલ ગુપ્તા, ભુપેન્દ્રસિંહ ચૌધરી, અનિલ રાજ્યભર, જિતિન પ્રસાદ, રાકેશ સચાન, અરવિંદ કુમાર શર્મા, યોગેન્દ્ર ઉપાધ્યાય, આશિષ પટેલ, સંજય નિષાદનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય મંત્રી તરીકે (સ્વતંત્ર પ્રભાર) નિતિન અગ્રવાલ, કપિલદેવ અગ્રવાલ, રવીન્દ્ર જયસ્વાલ, સંદીપસિંહ, ગુલાબ દેવી, ગિરીશ ચંદ્ર યાદવ, ધર્મવીર પ્રજાપતિ, અમીસ અરૂણ, જેપીએસ રાઠોડ, દયાશંકર સિંહ, નરેન્દ્ર કશ્યપ, દિનેશ પ્રતાપસિંહ, અરૂણકુમાર સક્સેના, દયાશંકર મિશ્ર દયાલનો સમાવેશ કરાયો છે. આ પરાંત મત્રીમંડળમાં રાજ્ય મંત્રી તરીકે મયંકેશ્વરસિંહ, દિનેશ ખટિક, સંજીવ ગૌડ, બલદેવસિંહ ઓલખ, અજીત પાલ, જસવંત સૈની, રામકેશ નિષાદ, મનોહર લાલ મન્નૂ કોરી, સંજય ગંગવાર, બૃજેશ સિંહ, કેપી મલિક, સુરેશ રાહી, સોમેન્દ્ર તોમર, અનૂપ પ્રધાન, પ્રતિભા શુકલા, રાકેશ રાઠોડ, રજની તિવારી, સતીષ શર્મા, દાનિશ આઝાદ અંસારી, વિજય લક્ષ્મી ગૌત્તમનો સમાવેશ કરાયો છે.