1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તરપ્રદેશઃ 1 જુલાઈથી ધો-1થી 8ની સ્કૂલો ખુલાશે

ઉત્તરપ્રદેશઃ 1 જુલાઈથી ધો-1થી 8ની સ્કૂલો ખુલાશે

0
Social Share

લખનૌઃ કોરોના સંક્રમણ ઘટતા હવે જનજીવન ફરીથી ધબકતુ થયું છે. ઉત્તરપ્રદેશની યોગી સરકારે અનલોક પ્રક્રિયા હેઠળ છુટછાટમાં વધારો કર્યો છે. તેમજ રાજ્યભરમાં ધો-1થી 8ની સ્કૂલો તા.1 જુલાઈથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.

ઉચ્ચ અધિકારી પ્રતાપસિંહ બધેલએ જાહેરા કર્યા નિર્દેશ અનુસાર સ્કૂલમાં માત્ર વહીવટી કામગીરી કરવામાં આવશે. તેમજ જરૂરિયાત અનુસાર સ્ટાફને છુટ આપવામાં આવશષે. જો કે, બાળકોને સ્કૂલમાં જવા ઉપર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. તા. 15મી જૂનથી સ્કૂલ ખોલવાની હતી. પરંતુ હવે 1 જુલાઈથી ખોલવામાં આવશે. આ ઉપરાંત માધ્યમિક સ્કૂલો પણ ઉનાળાના વેકેશન બાદ તા. 1 લી જુલાઈથી ખોલવામાં આવશે.

પ્રાથમિક શિક્ષા પરિષદ સંચાલિત સરકારી પ્રાઈમરી અને અપર પ્રાઈમરી સ્કૂલો માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. ખાનગી સ્કૂલો મુદ્દે વિદ્યાલય પ્રબંધનએ શિક્ષકો અને સ્ટાફની ઉપસ્થિતિ સંબંધમાં ફેસલો લેવાનો અધિકાર આપ્યો છે. સ્કૂલોમાં કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરવામાં આવી છે. આદેશ અનુસાર ઈ-પાઠશાળા માધ્યમથી સ્કૂલો શરૂ થશે. આ ઉપરાંત

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code