
અમદાવાદઃ મેમુ અને ઇન્ટરસિટી લોકલ ટ્રેનના સ્થાને અમદાવાદ-સુરત વચ્ચે આગામી તા.15મી ઓગસ્ટથી વંદે મેટ્રો ટ્રેન દોડાવાશે.‘વંદે મેટ્રો’ ટ્રેનના લોકાર્પણ માટે રેલવેતંત્રે તૈયારી હાથ ધરી છે. વંદે ભારત ટ્રેનના પ્લેટફોર્મ પર તૈયાર થયેલી એસી નોન રિઝર્વ ઇન્ટરસિટી ટ્રેનનો પહેલો રેક તૈયાર થયો છે. આઈસીએફ ચેન્નઈ ખાતે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત તૈયાર થયેલા 12 કોચનો આ રેક વેસ્ટર્ન રેલવેને આપવામાં આવ્યો છે, જે અમદાવાદથી સુરત વચ્ચે વંદે મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે.
અમદાવાદ સુરત વચ્ચે વંદે મેટ્રો ટ્રેન શરૂ કરાતા રોજ અપડાઉન કરતા લોકોને અનુકૂળ સુવિધાઓ મળી રહેશે. વંદે મેટ્રોમાં ટોઈલેટ-બાથરૂમની સુવિધા પ્રથમ વખત આપવામાં આવી છે. ઉપરાંત પ્રવાસીઓ કમ્ફર્ટેબલ રીતે ઊભા પણ રહી શકાશે. સીટિંગ એરેન્જમેન્ટ પણ મેટ્રો કરતાં અલગ બનાવાઈ છે. રેલવે દ્વારા વંદે ભારત મેમુ ટ્રેનને વંદે મેટ્રો નામ આપવામાં આવ્યું છે. જે એલિવેટેડ પ્લેટફોર્મને બદલે સામાન્ય ટ્રેનની જેમ જ બ્રોડગેજ લાઈન ઉપર ચાલશે.
પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ ગત સપ્તાહમાં ખજૂરાહો-રાજસ્થાનના જયપુર ખાતે આ ટ્રેનનો સફળ ટ્રાયલ સંપન્ન થયો છે. જેને પગલે હવે ઇન્ટરસિટી ટ્રેન પણ 130 કિમીની સ્પીડે દોડી શકશે અને તેમાં વંદે ભારત જેવો જ મુસાફરીનો સુખદ અનુભવ થશે. વડોદરાની હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસ કંપની દ્વારા ટ્રેનનું ડિઝાઇનિંગ અને ઇન્ટિરિયર કરવામાં આવ્યું છે. આ ટ્રેન માત્ર 3 કલાક ચાલી શકશે. લાંબા અંતરની ટ્રેન તરીકે કાર્યરત નહીં થાય. રૂ.110 કરોડના ખર્ચે ટ્રેન તૈયાર કરવામાં આવી છે, જેનું મિકેનિઝમ પણ વંદે ભારત જેવું છે. આગામી સપ્તાહમાં આ ટ્રેન સાબરમતી ખાતે પહોંચશે,
રેલવે દ્વારા વંદે ભારત મેમુ ટ્રેનને વંદે મેટ્રો નામ આપવામાં આવ્યું છે. જે એલિવેટેડ પ્લેટફોર્મને બદલે સામાન્ય ટ્રેનની જેમ જ બ્રોડગેજ લાઈન ઉપર ચાલશે. વિદેશી કંપનીઓનું આધિપત્ય તૂટશે અત્યારે દેશમાં મેટ્રો ટ્રેનના કોચ વિદેશી કંપનીઓ બનાવી રહી છે. તેમનું આધિપત્ય છે ત્યારે રેલવેના પોતાના આઈસીએફ ચેન્નાઈ અને કપૂરથલા ખાતે તૈયાર થઈ રહેલા આ નવા રેકને પગલે વિદેશી કંપનીઓનું આધિપત્ય તૂટશે તેમજ ભારતમાં સસ્તી અને પોતાની ટ્રેનો શરૂ થશે. સરકાર દ્વારા કુલ 12 રેક બનાવવાનો ઓર્ડર અપાયો હતો. આરડીએસઓ દ્વારા ટ્રાયલ બાદ કરેલાં સૂચનો મુજબનો બદલાવ કરવામાં આવ્યો છે. વંદે મેટ્રોમાં ટોઈલેટ-બાથરૂમની સુવિધા આપવામાં આવી છે, જે મેટ્રો ટ્રેનમાં નથી. ઉપરાંત કમ્ફર્ટેબલ રીતે ઊભા રહી શકાશે. સીટિંગ એરેન્જમેન્ટ પણ મેટ્રો કરતાં અલગ બનાવાઈ છે.