1. Home
  2. ગુજરાતી
  3. જાણીતા શો ‘અનુપમા’ના વનરાજ ઉર્ફે સુધાંશુ પાંડેને પણ થયો કોરોના  
જાણીતા શો ‘અનુપમા’ના વનરાજ ઉર્ફે સુધાંશુ પાંડેને પણ થયો કોરોના  

જાણીતા શો ‘અનુપમા’ના વનરાજ ઉર્ફે સુધાંશુ પાંડેને પણ થયો કોરોના  

0
Social Share
  • અનપમા શોના વનરાજ ઉર્ફે સુધાંશુ પાંડે કોરોનાગ્રસ્ત
  • ફ્રેંસએ કરેલી પોસ્ટ પરથી મળી માહિતી
  • આ પહેલા અનુપમા ઉર્ફે રુપાલી ગાંગુલી પણ કોરોના પોઝિટિવ જોવા મળી હતી

મુંબઈ – સમગ્ર દેશમાં ફરી વખત કોરોના મહામારીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે,મહારાષ્ટ્ર સૌથી અરસગ્રસ્ત રાજ્ય છે ત્યારે મોટે ભાગે મનોરંજનની દુનિયા આ રાજ્ય સાથે સંકળાયેલી છે જેથી મનોંરંજન ક્ષેત્રમાં કાર્ય કરતા કલાકારો કોરોના પોઝિટિવ થવાની ઘટના આજકાલ છાસવારે બનતી રહેતી જોવા મળે છે.

અત્યાર સુધી અનેક બોલિવૂડ અને ટીવી સ્ટાર્સ કોરોના સંક્રમિત થયા છે. સ્ટાર પર આવતો લોકપ્રિય ટીવી શો અનુપમાની અભિનેત્રી રૂપાલી ગાંગુલી થોડા સમય પહેલા કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી  હતી, ત્યારે થોડા જ દિવસ બાદ હવે હવે તેનો કો-સ્ટાર સુધાંશુ પાંડે એટલે કે અનુપમાના પતિનો રોલ પ્લે કરતો વનરાજ પણ કોરોનાગ્રસ્ત થયો છે.

હાલમાં  જ અભિનેતા સુધાંશુના ફ્રેન એ બનાવેલી એક પોસ્ટ તેમણે શેર કરી છે જેમાં તે તેની કો-સ્ટાર રૂપાલી ગાંગુલી સાથે જોવા મળ્યા હતા,. તેની પોસ્ટ પર ચાહકોએ લખ્યું કે, ‘તમે બંને ખૂબ જ જલ્દી ઠીક  થઈ જશો’. આ સાથે સુધાંશુ પાંડેએ તેમના પ્રિયજનોનો આભાર માન્યો છે. સુધાંશુએ તેની સત્તાવાર જાહેરાત કરી નહોતી, પરંતુ તેમની પોસ્ટ દ્વારા જાણવા મળે  છે કે તેઓ પણ કોરોના પોઝિટિવ થયા છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ શોના નિર્માતા રાજન શાહીએ પણ તેમને પોતાને કોરોના સંક્રમણ લાગવાના સમાચાર શેર કર્યા હતા. તેમણે એક ઇંસ્ટાગ્રામ પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, ‘હું કોરોના પોઝિટિવ થયો છું. મારામાં કોરોનાના લક્ષણો પણ જોવા મળ્યા હતા અને હું પોઝિટિવ પણ આવ્યો છું. મેં મારી જાતને ક્વોરોન્ટાઈન કરી લીધી છે. હું આપ સૌને પ્રાર્થના કરું છું કે તમારી જાત અને તમારા પરિવારના લોકોની કાળજી રાખો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો ‘.

આ પહેલા શોની મુખ્ય અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ 2જી એપ્રિલના રોજ પોતે કોરોના પોઝિટિવ હોવાના સમાચાર તેના ચાહકોને શેર કર્યા હતા. રૂપાલી આ દિવસોમાં અનુપમ સીરિયલમાં ખૂબ જ વ્યસ્ત છે.આ સાથે જ તોષુના પાત્રમાં જોવા મળતા અભિનેતા આશિષ મેહરોત્રાને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code