1. Home
  2. ગુજરાતી
  3. ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીનો ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીનો ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીનો ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

0
Social Share

મુંબઈઃ ટીવી જગતની ટોપ અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી અવાર-નવાર પોતાના પ્રસંશકોને વિઝ્યુઅલી ટ્રીટ આપે છે અને જ્યારે તે કોઈ નવો વીડિયો પોસ્ટ કરે છે ત્યારે પ્રસંશકો તેને ખુબ જ પસંદ કરે છે. ફરી એકવાર દિવ્યાંકાએ વીડિયો શેયર કર્યો છે.

https://www.instagram.com/reel/CSvtMnngboX/?utm_source=ig_embed&ig_rid=871f7c52-fd37-4a28-afde-c2a72fb4fbbb

અભિનેત્રી આ પોસ્ટમાં પ્રસંશકોને કહી રહી છે કે, મારી વાત સાંભળો અને તે બાદ ડાન્સ કરતી હોવા મળે છે. મજાની વાત તો એ છે કે, ડાન્સ મૂવ્સને ઈફેક્ટ લગાવીને થોડુ ફાસ્ટ કરવામાં આવ્યું છે. રેડ સ્ટ્રીપ્ટ ટી-શર્ટ અને ટોર્ન જીન્સમાં અભિનેત્રી સુંદર લાગી રહી છે. આ વીડિયોને માત્ર ચાર કલાકમાં જ 20 હજારથી વધારે હિટ્સ મળ્યાં હતા. તેમજ પ્રસંશકો તેના વખાણ કરી રહ્યાં છે.

દિવ્યાંકા ત્રિપાઠી દર વખતે અલગ અંદાજમાં આવી રીતે જ સોશિયલ મીડિયા ઉપર પ્રસંશકોને મળે છે. તાજેતરમાં જ અભિનેત્રીએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં ટેરેસ ઉપર ડાન્સ કરતી જોવા મળી હતી. આ ડાન્સમાં પણ પોતાના મૂવ્સમાં ઈફેક્ટ નાખીને રમૂજી બનાવ્યો હતો. આ વીડિયોને પાંચ લાખથી વધારે હિટ્સ મળ્યાં હતા તેમજ 2 હજારથી વધારે લોકોએ કોમેન્ટ કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code