1. Home
  2. ગુજરાતી
  3. વિજય દેવરકોંડા-અનન્યા પાંડે સ્ટારર મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘લાઈગર’નું  શાનદાર ટિઝર રિલીઝ
વિજય દેવરકોંડા-અનન્યા પાંડે સ્ટારર મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘લાઈગર’નું  શાનદાર ટિઝર રિલીઝ

વિજય દેવરકોંડા-અનન્યા પાંડે સ્ટારર મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘લાઈગર’નું  શાનદાર ટિઝર રિલીઝ

0
Social Share
  • ફિલ્મ ‘લાઈગર’નું શાનદાર  ટિઝર રિલીઝ
  • બોક્સરના અવતારમાં અભિનેતા વિજય દેવરકોંડા 

 

મુંબઈઃ- બોલિવૂડમાં કોરોના બાદ ઘણી ફિલ્મો આવી અને ગઈ ત્યારે હજી પણ કેટલીક ફિલ્મો રિલીઝ થવાની શ્રેણીમાં જોવા મળે છે ત્યારે હાલ જ બોલિવૂડની અપકમિંગ અને મોસ્ટઅવોઈટેડ ફિલ્મ લાઈગર ખૂબ ચર્ચામાં જોવા મળે છે,  અનન્યા પાંડે લાઈગરમાં વિજય દેવરકોંડા સાથે પ્રથમ વખત સ્ક્રીન શેર કરી રહ્યા છે. આ ફિલ્મને લઈને દર્શકો પહેલેથી જ ઉત્સાહિત છે, ત્યારે હવે ફિલ્મ  ‘લાઈગર’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.

રિલીઝ થયેલા આ ટિઝરમાં અભિનેતા વિજય દેવરાકોંડા બોક્સરના લૂકમાં જોવા મળી રહ્યા છે. 53 સેકન્ડના આ વીડિયોમાં વિજય સંપૂર્ણ એક્શન અવતારમાં છે.લાઈગરની  પહેલી ઝલક સામે આવતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગી છે. ફિલ્મના ટ્રેલર અને ફિલ્મને લઈને લોકો ઉત્સાહિત થઈ ગયા છે. આ સાથે જ આ ફિલ્મ તેલુગુ અને હિન્દી સિવાય આ ફિલ્મ તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં પણ રિલીઝ થશે.

આ ટીઝરમાં જોવા મળે છે મુંબઈમાં “ચાયવાલા” બનવાથી લઈને USમાં “પ્રોફેશનલ બોક્સર” બનવા સુધીની લાઈગરની શાનદાર ઘમાકેદાર સફર,એક્શનથી ભરપૂર વીડિયોમાં વિજય દેવરકોંડા આક્રમક અને પાવરફુલ લુકમાં જોવા મળે છે. વીડિયો જોઈને ફિલ્મનો સેટ કેટલો ભવ્ય છે તેનો ખ્યાલ આવી શકે છે. ફિલ્મના ડાયલોગ્સ પણ ખૂબ જ આકર્ષક છે. ટીઝરમાં રોનિત રોય એક ટ્રેનર તરીકે જોવા મળે છે જે વિજયને તાલીમ આપે છે. જોકે, ફિલ્મના પહેલા ટીઝરમાં અનન્યા ક્યાંય જોવા મળી ન હતી.

ધર્મા પ્રોડક્શન્સ અને પુરી કનેક્ટ્સ હેઠળ કરણ જોહર, ચાર્મી કૌર, અપૂર્વ મહેતા અને હીરુ યશ જોહર દ્વારા નિર્મિત પુરી જગન્નાધ દ્વારા નિર્દેશિત, ફિલ્મ લાઈગર સાલા ક્રોસબ્રીડ 25 ઓગસ્ટ 2022ના રોજ રિલીઝ થનાર છે.આ ફિલ્મમાં અભિનેતાની સાથે સાથે બોક્સિંગ કિંગ માઈક ટાયસન પણ જોવા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code