Site icon Revoi.in

સુરેન્દ્રનગરમાં વધુ મતદાન માટે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Social Share

સુરેન્દ્રનગર, 23 એપ્રિલ 2026Voter awareness program જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં વધુ મતદાન થાય તે હેતુથી, જિલ્લા ચૂંટણી અધિકારી  જી.એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ ‘સ્વીપ’ (SVEEP) પ્રવૃત્તિઓ સઘન બનાવવામાં આવી છે. આ અંતર્ગત, બી.આર.સી. ભવન, સુરેન્દ્રનગર ખાતે એક વિશેષ મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓના વાલીઓ અને વિદ્યાસહાયકની ભરતી પ્રક્રિયા માટે ફોર્મ જમા કરાવવા આવેલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. તેમને લોકશાહીના પર્વમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી હતી.  ઉપસ્થિત તમામ નાગરિકોને રાષ્ટ્રના હિતમાં અને મજબૂત લોકશાહીના નિર્માણ માટે, આગામી ચૂંટણીમાં કોઈ પણ પ્રકારના લોભ, લાલચ કે ડર વગર ‘અવશ્ય મતદાન’ કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે, ઉમેદવારો અને વાલીઓને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમને જણાવાયું હતું કે મતાધિકાર માત્ર એક હક્ક નથી, પરંતુ એક પવિત્ર ફરજ પણ છે. શપથ લેવાની સાથે સાથે અન્ય નાગરિકોને પણ મતદાન માટે પ્રેરિત કરવા અનુરોધ કરાયો હતો. કાર્યક્રમ દરમિયાન ‘મારો મત, મારી ઓળખ’ અને ‘ચૂંટણીનો પર્વ, દેશનો ગર્વ’ જેવા સૂત્રો ગુંજી ઉઠ્યા હતા.

Exit mobile version