1. Home
  2. ગુજરાતી
  3. અરબી સમુદ્રમાં યુદ્ધના એંધાણ, US નેવીએ ઈરાની જહાજ પર કર્યું ફાયરિંગ
અરબી સમુદ્રમાં યુદ્ધના એંધાણ, US નેવીએ ઈરાની જહાજ પર કર્યું ફાયરિંગ

અરબી સમુદ્રમાં યુદ્ધના એંધાણ, US નેવીએ ઈરાની જહાજ પર કર્યું ફાયરિંગ

0
Social Share

તેહરાન, 20 એપ્રિલ 2026: મધ્યપૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકી નૌસેનાએ ઈરાન વિરુદ્ધ આક્રમક કાર્યવાહી શરૂ કરી છે. અમેરિકી રિપોર્ટ અનુસાર, પ્રાદેશિક દરિયાઈ વિસ્તારમાં કરવામાં આવેલી નાકાબંધી દરમિયાન અમેરિકી નૌસેનાએ એક ઈરાની જહાજને અટકાવી તેના પર ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ તેને પોતાના કબજામાં લઈ લીધું છે. આ ઘટનાને પગલે ઈરાને આકરી પ્રતિક્રિયા આપતા અમેરિકાને ગંભીર પરિણામો ભોગવવાની ચીમકી આપી છે.

અમેરિકી સંરક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર, ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર USS Spruance (DDG 111) એ ઈરાની ધ્વજ ધરાવતા માલવાહક જહાજ એમ/વી તોઉસ્કાને આંતર્યું હતું. આ જહાજ ઈરાનના બંદર અબ્બાસ તરફ આગળ વધી રહ્યું હતું. અમેરિકી સેનાએ દાવો કર્યો છે કે આ જહાજ નાકાબંધીના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું હતું. સતત છ કલાક સુધી ચેતવણી આપવા છતાં જ્યારે જહાજ ન રોકાયું, ત્યારે અમેરિકી નૌસેનાએ તેના એન્જિન રૂમ પર ચોકસાઈપૂર્વક ફાયરિંગ કર્યું હતું. એન્જિન બંધ થઈ જતાં અમેરિકી મરીન્સે જહાજ પર ચઢી તેને પોતાના નિયંત્રણમાં લીધું હતું.

ઓપરેશનને મજબૂતી આપવા માટે એરક્રાફ્ટ કેરિયર યુએસએસ અબ્રાહ્મ લીનકોલન (CVN 72) ના ડેક પરથી એફ/એ 18 ઈ સુપર હોર્નેટ ફાઈટર જેટ્સે ઉડાન ભરી હતી. આ હવાઈ સુરક્ષા કવચ હેઠળ જ સમગ્ર દરિયાઈ નાકાબંધી કરવામાં આવી રહી છે. અમેરિકી સેનાએ અત્યાર સુધીમાં ૨૫થી વધુ વેપારી જહાજોને દરિયાઈ સરહદ પરથી પાછા વાળ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

બીજી તરફ, ઈરાને આ ઘટનાને ‘સીધી આક્રમકતા’ ગણાવી છે. ઈરાન સરકારના સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમેરિકા દ્વારા અમારા જહાજને જપ્ત કરવું એ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. ઈરાન આ ઉદ્ધતાઈનો યોગ્ય સમયે અને યોગ્ય રીતે વળતો જવાબ આપશે.”

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code