Site icon Revoi.in

ગુજરાતમાં 111 જળાશયોમાં 25 ટકાથી ઓછુ જળસ્તર, વરસાદ ખેંચાશે તો મુશ્કેલી પડશે

Social Share

અમદાવાદ, 10 જુન, 2026 : Water level less than 25 percent in 111 reservoirs નૈઋત્યનું ચોમાસુ દક્ષિણ ભારતમાં આગળ વધીને મુંબઈ પહોંચી ગયુ છે. અને 15 જુન સુધીમાં ગુજરાતમાં પણ મેઘરાજાનું આગમન થઈ જશે. રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં જળાશયોમાં જળસ્તરમાં ઘટાડો થયો છે. જો વરસાદ ખેંચાશે તો રાજ્યના કોટલાક વિસ્તારોમાં જળ સંકટ ઊભુ થવાની દહેશત છે. રાજ્યના 206માંથી 111 જળાશયોમાં જળસ્તર 25 ટકાથી ઓછું છે. રાજ્યમાં સરેરાશ જળસ્તર 51 ટકા  છે જ્યારે 70 ટકાથી 80 ટકા વચ્ચે જળસ્તર હોય તેવા માત્ર 9 જળાશય છે.

રાજ્યના સિંચાઈ વિભાગના સૂત્રોના કહેવા મુજબ 80 ટકાથી વધુ જળસ્તર હોય તેમાં રાજકોટના આજી-2, મહીસાગરના વણાકબોરી, ભાવનગરના રંઘોળા-હાનઓલનો સમાવેશ થાય છે. રીજિયન પ્રમાણે જોવામાં આવે તો કચ્છમાં સૌથી ઓછું 29.39 ટકા, સૌરાષ્ટ્રમાં 31.31 ટકા, દક્ષિણ ગુજરાતમાં 40.24 ટકા, ઉત્તર ગુજરાતમાં 43.53 ટકા, મધ્ય ગુજરાતમાં 53.12 ટકા જેટલું જળસ્તર છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં 68 ટકા જળસ્તર છે. રાજ્યમાં જળનો પૂરતો જથ્થો છે અને જળસંકટ સર્જાવાની કોઈ સંભાવના નથી.   90 ટકાથી 100 ટકા વચ્ચે જળસ્તર હોય તેવું માત્ર એક જળાશય છે. 80 ટકાથી 90 ટકા વચ્ચે હોય તેવા ત્રણ, 70 ટકાથી 80 ટકા વચ્ચે હોય તેવા પાંચ, 50 ટકાથી 70 ટકા વચ્ચે હોય તેવા 31 જ્યારે 25 ટકાથી 52 ટકા વચ્ચે હોય તેવા 55 જળાશયો છે. આમ, 206માંથી 166 જળાશયોમાં જળસ્તર 50 ટકાથી પણ ઓછું છે.

Exit mobile version