Site icon Revoi.in

ગુજરાતમાં ભર ઉનાળે વાતાવરણમાં પલટો, ત્રણ જિલ્લામાં પવન સાથે માવઠું

Social Share

અમદાવાદ, 5 મે 2026: Weather changes in Gujarat in mid-summer ગુજરાતમાં ભર ઉનાળે કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે, ત્યારે આજે વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં થોડી રાહત મળી છે. અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે વાદળછાંયા વાતાવરણથી તાપમાનમાં ઘટાડો થયો છે. જ્યારે દાહોદ, અરવલ્લી અને મહીસાગરમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.

ગુજરાતના અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગરમાં આજે તાપમાનમાં આંશિક ઘટાડો થયો છે. જોકે વાદળછાંયા વાતાવરણ સાથે ગરમ પવન ફુંકાઈ રહ્યો છે. જ્યારે દાહોદ, અરવલ્લી અને મહીસાગરમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો આવ્યો છે. કમોસમી વરસાદના છાંટણાથી ખેડૂતો ચિંતિત બન્યા છે. કચ્છના ભચાઉ તાલુકાના ગામડાઓ કડોલ, મનફરા, ખારોઈ, લાખાવટ, ચોબારી સહિતના ગામોમાં ગઈકાલે સાંજના અરસામાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે દિવસે કમોસમી વરસાદ પડ્યો હતો. આજે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ મોટો પલટો આવ્યો છે. અનેક જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ છવાઈ ગયું છે.

રાજ્યમાં વાતાવરણમાં પલટો આવતા નાગરિકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી છે. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. મોટા ભાગના શહેરમાં તાપમાન 40 ડિગ્રી કરતા નીચે પહોંચી ગયું છે. તો હજુ પણ 5 શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર નોંધાયું છે.

સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત ત્રણ જેટલી સિસ્ટમ સક્રિય થતા પવનની દિશા બદલાઈ અને વાતાવરણમાં પલટો આવ્યો છે. જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉકળાટ અને બફારો યથાવત રહેશે. આગામી 10 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે. જો કે અમદાવાદ શહેરમાં 6 દિવસ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Exit mobile version