1. Home
  2. ગુજરાતી
  3. ડેન્ગ્યુ થાય તો શું થયું, હવે ઝડપથી સાજા પણ થઈ શકાય છે
ડેન્ગ્યુ થાય તો શું થયું, હવે ઝડપથી સાજા પણ થઈ શકાય છે

ડેન્ગ્યુ થાય તો શું થયું, હવે ઝડપથી સાજા પણ થઈ શકાય છે

0
Social Share
  • ડેન્ગ્યુથી નથી ડરવાની જરૂર
  • હવે ઝડપથી થઈ શકાય છે સ્વસ્થ
  • કોઈ પ્રકારની તકલીફ શરીરમાં રહેશે નહીં

ડેન્ગ્યુના કેસ હંમેશા ચોમાસામાં સૌથી વધારે જોવા મળતા હોય છે, ડેન્ગ્યુ કે જે એક સમયે ખુબ ભયંકર બીમારી તરીકે ગણવામાં આવતી હતી, કારણ કે તેમાં લોકોના જીવ પણ જતા હતા. ડેન્ગ્યુ એ મચ્છરના કરડવાથી થતી બીમારી છે પણ હવે તે એટલી ગંભીર સમસ્યા રહી નથી.

ડેન્ગ્યુથી દર્દીને રિકવર થવા અને તેમની ઇમ્યુનીટી સુધારવા માટે પૂરતા આરામની જરૂર છે. તો જ તેમાંથી જલ્દી રિકવરી મેળવી શકાય છે. જેથી શક્ય હોય એટલો આરામ કરો. આમળા, કિવિ, નારંગી અને અનાનસ જેવા સાઇટ્રસ ફળો ખાઓ. દાડમ અને પપૈયા પણ.વનસ્પતિ સૂપ ભૂલશો નહીં. ખીચડી અને મગ-દાળ સૂપ જેવા હળવા ઘરે બનાવેલા ખોરાક લો સાથે છાશ પી શકો છો.

જે વસ્તું ખાવા જેવી ન હોય તે છે ઘઉંની રોટલીઓ ટાળો; પરંતુ જુવારની રોટલીઓ પચવામાં હલકી હોવાથી ખાઈ શકાય છે. પ્રોસેસ્ડ અને ફાસ્ટ ફૂડ થી દૂર રહો. ઉપરાંત, ખાંડ ટાળો કારણ કે તે હીલિંગમાં વિલંબ કરે છે. એકવાર તમને સારું લાગે પછી, જ્યારે શક્ય હોય ત્યારે થોડું વિટામિન ડી મેળવવા માટે સૂર્યમાં વ્યાયામ કરવાનો પ્રયાસ કરો

ઉલ્લેખનીય છે કે ડેન્ગ્યુમાં વ્યક્તિને તાવ, ગંભીર માથાનો દુખાવો, થાક, શ્વાસની તકલીફ, ઉલટી અને ઉબકા જેવો અનુભવ થયા કરતો હોય છે. ડેન્ગ્યુને અટકાવવાનો એક શ્રેષ્ઠ ઉપાય એ છે કે મચ્છરોને સ્થિર પાણીમાં ઉછેરવા ન દેવા અને મચ્છરના કરડવાથી બચવાના હંમેશા પ્રયાસો કરવો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code