
હિન્દુ નવું વર્ષ ક્યારે ચાલુ થશે, સાચી તારીખ નોંધો
હિન્દુ નવું વર્ષની શરૂઆત ટૂંક સમયમાં થવાની છે. હિંદુ નવું વર્ષ ચૈત્ર મહિનાથી શરૂ થાય છે. 26મી માર્ચથી ચૈત્ર માસની શરૂઆત થશે. હિન્દુ નવું વર્ષ 2080 ચાલી રહ્યું છે. 9 એપ્રિલથી 2081 વિક્રમ સંવતથી ચાલુ થશે.
નવા વર્ષની શરૂઆત 1 જાન્યુઆરીથી ઉજવીએ છીએ, પણ તે અંગ્રેજી કેલેન્ડર અનુસાર છે. પણ હિંદુ નવું વર્ષ ચૈત્ર મહિનાથી શરૂ થાય છે. હિન્દી કેલેન્ડરમાં 12 મહિના છે, જેમાં પહેલો મહિનો ચૈત્ર છે.
હિન્દુ નવા વર્ષને વિક્રમ સંવત, સંવત્સર, ગુડી પડવા, યુગાદી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ નામથી ઓળખાય છે. સિંધી સમુદાયના લોકો આ દિવસને ચેટી ચાંદ તરીકે ઓળખે છે, મહારાષ્ટ્રમાં આ દિવસ ગુડી પડવા, કર્ણાટકમાં ઉગાડી, આંધ્ર પ્રદેશમાં ઉગાડી, ગોવા અને કેરળમાં સંવત્સર તરીકે ઓળખાય છે.
વર્ષ 2024નું નવું વર્ષ 2081 ‘ક્રોધી’ નામથી ઓળખાશે. આ વર્ષે સંવતનો રાજા મંગળ અને મંત્રી શનિ રહેશે. જ્યોતિષીય ગણતરીઓ અનુસાર, હિન્દુ નવા વર્ષનો પ્રથમ દિવસ જે પણ દિવસે આવે છે, તે આખું વર્ષ તે ગ્રહની માલિકીનું માનવામાં આવે છે.
ચૈત્ર શુક્લ પ્રતિપદા તિથિ 8 એપ્રિલ 2024ના રોજ રાત્રે 11.50 કલાકે શરૂ થશે. ચૈત્ર શુક્લ પ્રતિપદા તિથિ 9 એપ્રિલ 2024 ના રોજ રાત્રે 08.30 વાગ્યે સમાપ્ત થશે.