1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. શરીર માટે અત્યંત આવશ્યક વિટામીન D ઘટી ગયુ છે તેની ખબર કેમ પડે, કઇ રીતે દુર કરવી ઉણપ ?
શરીર માટે અત્યંત આવશ્યક વિટામીન D ઘટી ગયુ છે તેની ખબર કેમ પડે, કઇ રીતે દુર કરવી ઉણપ ?

શરીર માટે અત્યંત આવશ્યક વિટામીન D ઘટી ગયુ છે તેની ખબર કેમ પડે, કઇ રીતે દુર કરવી ઉણપ ?

0
Social Share

સ્વસ્થ્ય શરીર માટે દરેક વિટામિન, મિનરલ્સ જેવા પોષક તત્વની જરૂર પડે છે. જો બોડીમાં કોઈ વિટામિનનું લેવલ ઘટી જાય તો અનેક મુશ્કેલીઓ આવી શકે છે. વિટામિન ડી પણ એક મહત્વનું પોષક તત્વ છે. જો તેની કમી થાય તો હાડકા કમજોર થવા લાગે, ભૂખ ઓછી લાગવી, ઊંઘ ઘટી જવી, કમજોરી,રોગ પ્રતકારક શક્તિ ઘટી જવી વિગેરે સમસ્યા ઉભી થાય છે. જે લોકોમાં વિટામિન ડીનું લેવલ ઓછું હોય તે અવાર નવાર બીમાર પડે છે.

આજે આપણે અહીંયા તે જાણવાનો પ્રયાસ કરીશું કે વિટામિન ડી કેમ ઘટી જાય છે ? વિટામિન ડી ઘટી જાય તો શું કરવું? શેમાંથી વિટામિન ડી મેળવી શકાય ?

કેમ ઘટી જાય છે વિટામિન ડી ?

ખરાબ ફૂડ હેબિટને કારણે વિટામિન ડી ઘટી શકે છે. સૂર્યના કિરણોમાં વિટામિન ડીનું લેવલ સૌથી વધુ હોય છે. જે લોકો સૂર્ય પ્રકાશમાં બિલકુલ નથી રહેતા તેઓમાં વિટામિન ડી ઘટી જવાનો ખતરો વધુ હોય છે. આ સિવાય કિડની ફેલિયર કે કિડનીની કોઈ બીજી બીમારી, કેટલાક કેન્સર, કુપોષણ, આનુવંશિક મતલબ કે જે લોકોના ઘરમાં પહેલાથી કોઈને વિટામિન ડીની કમી હોય તો પરિવારના બીજા વ્યક્તિને પણ આ સમસ્યા આવી શકે છે.

વિટામિન ડી ઘટે તો શું થાય ?

વિટામિન ડીનું કામ શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસને અવશોષિત કરવાનું હોય છે. તે હાડકાને મજબૂત રાખવાનું કામ કરે છે. વિટામિન ડી ઘટી જવાના કારણે કેલ્શિયમ પણ ઘટી જાય છે. તેના કારણે હાડકા સંબંધિત સમસ્યા થઈ શકે છે.

વિટામિન ડી ઘટે તો કરો આ ઉપાય

વિટામિન ડીની કમી પૂરી કરવા કેટલાક આહારની સાથે સપ્લીમેન્ટ્સની પણ જરૂર પડે છે. પરંતુ ડૉક્ટરની સલાહ વગર કોઈ સપ્લીમેન્ટ્સ ન લેવી જોઈએ.

આ પણ વાંચોઃ જમવાની સાથે ચા-કોફી પીવી જોઈએ કે નહીં? એકસપર્ટ પાસેથી જાણો સાચો સમય

આ રીતે પણ મળે છે વિટામિન ડી

વિટામિન ડીની ઉણપ પૂરી કરવા ભોજનમાં કેટલીક વસ્તુઓ એડ કરવી જોઈએ. ફેટી માછલી, ઈંડા, દૂધ, ટ્યૂના જેવા ખાદ્ય પદાર્થમાં ભરપૂર માત્રામાં વિટામિન ડી હોય છે. નટ્સ સીડ્સમાં પણ વિટામીન ડી હોય છે. આ સિવાય તમે અઠવાડિયામાં ત્રણ દિવસ સવારે 15 મિનીટ તડકામાં બેસીને પણ વિટામિન ડી મેળવી શકો છો.

Disclaimer: અહીંયા જણાવેલ નુસ્ખા અને સલાહો કોઈ દવા અને ઈલાજનો વિકલ્પ નથી જેથી તેને અપનાવતા પહેલા ડૉક્ટર કે બીજા કોઈ એક્સપર્ટની સલાહ જરૂરથી લેવી

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code