Site icon Revoi.in

માત્ર હિન્દુ મંદિરો પર જ સરકારનો હસ્તક્ષેપ કેમ? શંકરાચાર્ય સદાનંદજીએ ઉઠાવ્યા સવાલ

Social Share

રાજકોટ, 6 જુલાઈ, 2026 : Why government interference in Hindu temples ? : Shankaracharya  શહેરના કુવાડવા ગામમાં ગુરુદત મઠના ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારેલા દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ રામમંદિરમાં દાનની ચોરી અંગે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, રામમંદિરમાં દાનની ચોરી કરનારાઓને અવશ્ય દંડ થવો જોઈએ. શ્રદ્ધાળુઓએ મંદિરને આપેલા દાનમાં જ્યારે વહિવટી તંત્ર દ્વારા ચોરી થાય ત્યારે ખૂબ જ દુઃખ થાય છે. મંદિર પરંપરા એ સરકારી અધિકારીઓથી નહીં પરંતુ સંતોથી ચાલે છે. માત્ર સનાતન હિન્દુ ધર્મના મંદિરો પર જ સરકારનો હસ્તક્ષેપ છે. અન્ય ધર્મના ધર્મસ્થળો છે, એમાં સરકારનો કોઈ જ  હસ્તક્ષેપ નથી.

દ્વારકાના શારદા પીઠાધિશ્વર જગતગુરુ શંકર્યાચાર્ય સદાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે, ભગવાન દત્તાત્રેયની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ છે. અહીંના અધ્યક્ષ સ્વામી બ્રહ્મદેવજી દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. દ્વારકા શારદા પીઠના સદગુરુદેવ ભગવાન દ્વારા આ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતુ. તે વખતે તેમને વચન લીધું હતું કે પ્રતિષ્ઠામાં આપને આવવાનું છે તો આજે અહીં આવવાનું થયું છે. અહીં ખૂબ જ સુંદર મંદિર અને ખૂબ જ સુંદર મૂર્તિ છે.

શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીને  રામ મંદિરમાં થયેલી ચોરી અંગે પૂછવામાં આવતા તેમણે  જણાવ્યું હતું કે, જેમણે અપરાધ કર્યો છે તેમને અવશ્ય દંડ થવો જોઈએ. જ્યાં જ્યાં તમે વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર કરશો, ત્યાં ત્યાં અવ્યવસ્થા થશે. યોગ્ય વ્યક્તિઓને જ કાર્ય સોંપવું જોઈએ. મંદિરનું કામ એ સાધુ-મહાત્માઓ અને સંતોનું કામ છે. મંદિર પરંપરાએ સંતોથી ચાલે છે અધિકારીઓથી નથી ચાલતી. સરકારી અધિકારીઓથી મંદિર પરંપરા ચાલતી નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મંદિરનો વહીવટ સંતોની પાસે જ હોવો જોઈએ. રામ મંદિરમાં કેટલી મોટી હિસાબી ગડબડી થઈ છે લોકોએ પોતાની કમાણી ત્યાં અર્પણ કરી. તેનો શું દુરુપયોગ થયો તો મનમાં દુઃખ થાય છે. સનાતન ધર્મના હિન્દુ મંદિરો પર જ સરકારનો હસ્તક્ષેપ છે. અન્ય ધર્મસ્થળ છે તેમાં સરકારનો હસ્તક્ષેપ નથી. તે અમારી સાથે તો ભેદભાવ છે ને. હિંદુઓ સાથે ભેદભાવ છે. નામ હિન્દુસ્તાન છે અને હિન્દુઓનું જ અપમાન થઈ રહ્યું છે.

Exit mobile version