1. Home
  2. Dharma-ધર્મ
  3. શું મંદિરોનું સોનું સરકાર લઈ લેશે? જાણો આવા દાવાની હકીકત
શું મંદિરોનું સોનું સરકાર લઈ લેશે? જાણો આવા દાવાની હકીકત

શું મંદિરોનું સોનું સરકાર લઈ લેશે? જાણો આવા દાવાની હકીકત

0
Social Share

નવી દિલ્હી, 19 મે, 2026 – શું મંદિરોનું સોનું સરકાર લઈ લેશે? કેટલાક મીડિયાએ આ અંગે બિનસત્તાવાર અહેવાલ પ્રકાશિત કરવાને પગલે સોશિયલ મીડિયા ઉપર આ અંગે વ્યાપક પ્રમાણમાં અફવા ફેલાઈ રહી છે. જેને પગલે ભારત સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.

કેટલાક મીડિયા અહેવાલો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ એવા દાવાઓ સાથે પ્રસારિત થઈ રહ્યા છે કે ભારત સરકાર મંદિરના સોનાના અનામત ભંડારના બદલામાં મંદિરોને ગોલ્ડ બોન્ડ જારી કરવાનું આયોજન કરી રહી છે અથવા મંદિરના સોનાના ભંડારના મુદ્રીકરણ (મોનેટાઇઝેશન) માટેનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે.

સમગ્ર દેશમાં મંદિર ટ્રસ્ટો અથવા કોઈપણ ધાર્મિક સંસ્થા પાસે રહેલા સોના માટે સરકાર મુદ્રીકરણ (મોનેટાઇઝેશન) યોજના દાખલ કરવાનું આયોજન કરી રહી છે તેવું સૂચવતી અટકળો અને અફવાઓ સંપૂર્ણપણે ખોટી, ભ્રામક અને કોઈપણ આધાર વિનાની છે.

આ પણ વાંચોઃ સંસ્થાનું નામ હિન્દુ રાષ્ટ્ર શક્તિ, પણ ચેરમેનનું નામ જાણો છો? જુઓ વીડિયો

એ બાબતની પણ સ્પષ્ટતા કરવામાં આવે છે કે, મંદિરના શિખરો (ટાવર્સ), દરવાજા અથવા અન્ય મંદિરના માળખાઓ પર સોનાના પતરાંને “ભારતના વ્યૂહાત્મક સોનાના ભંડાર” (સ્ટ્રેટેજિક ગોલ્ડ રિઝર્વ્સ ઓફ ઇન્ડિયા) તરીકે ગણવામાં આવશે તેવા દાવાઓ પણ ખોટા, ભ્રામક અને તદ્દન પાયાવિહોણા છે.

નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આવી અફવાઓ પર વિશ્વાસ ન કરે અથવા તેને પ્રસારિત ન કરે. અસત્યાપિત (વેરિફાઇડ ન થયેલી) માહિતી ફેલાવવાથી બિનજરૂરી મૂંઝવણ ઊભી થાય છે અને જનતા ગેરમાર્ગે દોરાઈ શકે છે.

શું કહ્યું સરકારે?

સરકાર તમામ નાગરિકોને માત્ર અધિકૃત માધ્યમો દ્વારા જારી કરાયેલા સત્તાવાર સંચારો (કમ્યુનિકેશન્સ) પર જ આધાર રાખવા વિનંતી કરે છે. નીતિવિષયક નિર્ણયો અથવા સરકારી યોજનાઓ સંબંધિત કોઈપણ માહિતી સત્તાવાર અખબારી યાદીઓ (પ્રેસ રિલીઝ), સરકારી વેબસાઇટ્સ અને ચકાસાયેલા (વેરિફાઇડ) જાહેર સંચાર પ્લેટફોર્મ્સ દ્વારા શેર કરવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code