1. Home
  2. ગુજરાતી
  3. તમે અમને સીટો આપતા રહો, અમે મુગલોના કારનામાઓને હટાવતા રહીશુઃ હિમંતા બિસ્વા સરમા
તમે અમને સીટો આપતા રહો, અમે મુગલોના કારનામાઓને હટાવતા રહીશુઃ હિમંતા બિસ્વા સરમા

તમે અમને સીટો આપતા રહો, અમે મુગલોના કારનામાઓને હટાવતા રહીશુઃ હિમંતા બિસ્વા સરમા

0
Social Share

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને દિલ્હીની 7 લોકસભા સીટો પર 25 મેએ મતદાન થવાનું છે. મતદાન પહેલા ભાજપે દિલ્હીમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. ભાજપના મોટા-મોટા નેતાઓ દિલ્હીમાં છે. આટલું જ નહીં, જુદા-જુદા રાજ્યના મુખ્યમંત્રી પોતાની પાર્ટીના ઉમેદવારો માટે રોડ શો કરીને વોટ માંગી રહ્યા છે. ત્યારે હવે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ભાજપના પૂર્વ દિલ્હીના ઉમેદવાર હર્ષ મલ્હોત્રાના સમર્થનમાં પ્રચાર કર્યો.

આ દરમિયાન મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે જો ભાજપ 400નો આંકડો પાર કરશે તો મથુરામાં પણ ભવ્ય મંદિર બનાવવામાં આવશે અને જ્ઞાનવાપીની જગ્યાએ પણ બાબા વિશ્વનાથનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે ગત ચૂંટણીમાં અમે કહ્યું હતું કે રામ મંદિર બનાવવું છે અને આ વખતે જ્યારે અમે ચૂંટણીમાં તમારી વચ્ચે આવ્યા છીએ ત્યારે રામ મંદિર બની ચુક્યું છે. તેથી હવે જીત પણ તો મોટી હોવી જોઈએ, કારણ કે અમે અમારા વચનો પૂરા કર્યા છે. જ્યારે ભાજપ 400નો આંકડો પાર કરશે ત્યારે મથુરામાં પણ ભવ્ય મંદિર બનાવવામાં આવશે અને જ્ઞાનવાપીની જગ્યાએ બાબા વિશ્વનાથનું ભવ્ય મંદિર બનશે

તેમણે કહ્યું કે જ્યારે કોંગ્રેસ અમને પૂછી રહી કે તમે 400 થી વધુ સીટો કેમ ઈચ્છો છો, તો મને લાગ્યું કે આનો જવાબ પણ હોવો જોઈએ. તો મેં કહ્યું કે જ્યારે અમારી 300 સીટો હતી ત્યારે અમે રામ મંદિર બનાવ્યું. હવે અમારી 400 સીટો હશે તો મથુરામાં પણ કૃષ્ણ જન્મભૂમિ બનશે અને જ્ઞાનવાપી મસ્જિદની જગ્યાએ બાબા વિશ્વનાથનું ભવ્ય મંદિર બનશે તો અમને સીટો આપતા રહો અને અમે મુગલોએ જે કારનામા કર્યા, એ સાફ કરતા જઈશું.

આસામના સીએમએ વધુમાં કહ્યું કે જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી, ત્યારે અમને કહેવામાં આવ્યું હતું કે એક રીતે, કાશ્મીર ભારતમાં પણ છે અને પાકિસ્તાનમાં પણ છે. આપણી સંસદમાં ક્યારેય એ વાત પર ચર્ચા થતી ન હતી કે જે કાશ્મીર પાકિસ્તાન પાસે છે તે ખરેખર આપણું છે. છેલ્લા 7 દિવસથી ત્યાંથી તસવીરો આવી રહી છે, દરરોજ ત્યાં પ્રદર્શન થઈ રહ્યા છે અને ત્યાંના લોકો ભારતીય ઝંડા લઈને પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. એ જોઇને મને લાગે છે કે આ શરૂઆત છે. મોદીજીને 400 સીટો મળશે તો પીઓકે પણ ભારતનું થઈ જશે. શરૂઆત થઈ ચુકી છે. એટલે હું કોંગ્રેસને કહેવા માંગુ છું કે અમને 400 સીટો કેમ જોઈએ છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code