Site icon Revoi.in

રાજકોટમાં સાંઢિયા પુલ નજીક બે બાઈક સામસામે અથડાતા યુવાનું મોત

Social Share

રાજકોટ, 24 એપ્રિલ 2026: Youth dies after two bikes collide head-on  શહેરના જામનગર રોડ પર સાંઢિયા પુલ નજીક બે બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં 22 વર્ષીય નેપાળી યુવકનું મોત નીપજ્યું છે. કામ પરથી ઘરે પરત ફરી રહેલા બાઈકચાલક નેપાળી યુવકના મોતથી તેના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, શહેરના માધાપર ચોકડી પાસે શુભમ પાર્ક-ઉત્સવ એપાર્ટમેન્ટમાં રહેતો અને મૂળ નેપાળનો વતની નરેશભાઈ મોહનભાઈ વિશ્વકર્માનો પુત્ર જય (ઉ.વ.22) રાત્રે ભોમેશ્વર વિસ્તારમાં આવેલી પાનની દુકાનેથી કામ પૂરું કરી ઘરે પરત જઈ રહ્યો હતો.ત્યારે સાંઢીયા પુલ પાસે સામેથી પૂરપાટ ઝડપે આવતા GJ-03-JB-3807 નંબરના બાઈક ચાલકે તેની બાઈક સાથે જોરદાર ટક્કરમારી હતી. આ અકસ્માતમાં જયને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તે બેભાન થઈ ગયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવારદરમિયાન તેનું મોત થયું હતું.

મૃતક બે ભાઈમાં મોટો હતો. બનાવ અંગે તેના પિતા નરેશભાઈ વિશ્વકર્માની ફરિયાદના આધારે ગાંધીગ્રામ પોલીસે આરોપી બાઈકચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version