HomerevoinewsRSSનો વિરોધ કરવામાં ઝોહરાન મમદાની આણી મંડળી તમામ મર્યાદા ઓળંગી ગઈ, જાણો...

RSSનો વિરોધ કરવામાં ઝોહરાન મમદાની આણી મંડળી તમામ મર્યાદા ઓળંગી ગઈ, જાણો હવે શું કર્યું?

રિવોઈ ન્યૂઝ, 27 ઓગસ્ટ, 2026 – RSS event in New York – RSSનો વિરોધ કરવામાં ઝોહરાન મમદાની આણી મંડળી તમામ મર્યાદા ઓળંગી ગઈ છે. આ લોકોએ આયોજકોનું એક્સ એકાઉન્ટ સસ્પેન્ડ કરાવી દીધું છે એટલું જ નહીં પરંતુ એવો માહોલ ઊભો કર્યો છે જેને કારણે આયોજકોએ કાર્યક્રમમાં ભાગ લેવા આવનાર હિન્દુઓને સતર્ક રહેવા સૂચના જારી કરવી પડી છે.

આગામી 29 સપ્ટેમ્બરે અમેરિકાના ન્યૂયોર્કમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતના કાર્યક્રમે હિન્દુત્વ વિરોધી લૉબીનો ચહેરો વધુ એક વખત ઉઘાડો પડી ગયો છે.

હિન્દુત્વ વિરોધીઓ અને મમદાની

અમેરિકાના કેટલાક મુઠ્ઠીભર હિન્દુત્વ વિરોધીઓ અમેરિકાના હિન્દુ સંગઠનો દ્વારા આયોજિત આ કાર્યક્રમનો વિરોધ કરી રહ્યા છે. તો બીજી તરફ કથિત રીતે ભારતીય મૂળના મેયર ઝોહરાન મમદાનીએ પણ સંઘના કાર્યક્રમની વિરુદ્ધમાં નિવેદન કરીને બળતામાં કેરોસીન નાખ્યું હતું.

આજે ગુરુવારે મળતા અહેવાલ અનુસાર અમેરિકાના હિન્દુત્વ વિરોધીઓ એ હદે આ કાર્યક્રમની પાછળ પડી ગયા છે કે તેમણે કાર્યક્રમ માટેના AHEAD Forumના X હેન્ડલ @Aheadforum1 ને સસ્પેન્ડ કરી દેવા માટે મોટાપાયે અભિયાન ચલાવ્યું હતું અને એમાં તેમને સફળતા મળી છે.

X has suspended the AHEAD Forum (@Aheadforum1
) handle ahead of the August 29 Mohan Bhagwat event in New York.
X has suspended the AHEAD Forum (@Aheadforum1) handle ahead of the August 29 Mohan Bhagwat event in New York.

જોકે, હિન્દુત્વ વિરોધીઓના આ ઉધામા છતાં આયોજકો કાર્યક્રમમાં આગળ વધવા મક્કમ છે. અહેડ ફોરમના જણાવ્યા અનુસાર અમેરિકાના 200થી વધુ હિન્દુ-અમેરિકન સંગઠનો આ કાર્યક્રમને સમર્થન આપી રહ્યાં છે.

આયોજકોની ઇવેન્ટ ફેક્ટ શીટ મુજબ આશરે 6,000 લોકો ઉપસ્થિત રહેવાની ધારણા છે. આ કાર્યક્રમ ત્રણ વ્યાપક વિષયો રજૂ કરે છે: પરંપરાઓમાં એકતા, આધ્યાત્મિક સાધના તરીકે સમાજ સેવા અને કુદરત સાથે માનવતાનો સંબંધ.

મુખ્ય આયોજક અહેડ (AHEAD Forum) આ સભાને રક્ષાબંધનના અર્થને માત્ર ભાઈ-બહેનના સંબંધોથી આગળ વધારીને સમુદાયો, સમાજ અને કુદરતી વિશ્વનું રક્ષણ કરવાની એક મોટી ફરજ તરફ લઈ જવાના પ્રયાસ તરીકે વર્ણવે છે. આરએસએસ પણ આ બાબતને સમર્થન આપે છે. સંઘના પ્રચાર પ્રમુખ સુનીલ અંબેકરે જણાવ્યું હતું કે ભાગવત ખુલ્લા સંવાદ અને પરસ્પર આદરની ભાવના સાથે વિવિધ, બહુસાંસ્કૃતિક અને બહુ-ધાર્મિક શ્રોતાઓ સાથે સંવાદ કરશે.

જોકે, હિન્દુત્વ વિરોધીઓના ઈરાદાને ધ્યાનમાં રાખીને કાર્યક્રમના આયોજકોએ ન્યૂયોર્કમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતના કાર્યક્રમમાં હાજરી આપનારા લોકો માટે એક કોમ્યુનિટી એલર્ટ જારી કર્યું છે. આયોજકો દ્વારા શનિવારે આ કાર્યક્રમનો વિરોધ કરી રહેલા કાર્યકરો સાથે સંઘર્ષ ટાળવાની વિનંતી કરવામાં આવી છે.

પીટીઆઈના અહેવાલ મુજબ, અમેરિકાસ્થિત સ્વૈચ્છિક સંસ્થા હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે ઇન્ફોસિસ થિયેટરમાં શનિવારે યોજાનારા યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન્સને ખોરવવાનો અને રદ કરાવવાના પ્રયાસો અંગે ચેતવણી આપી છે.

આ નિર્ણય હિન્દુસ ફૉર હ્યુમન રાઇટ્સ અને અન્ય સમાન વિચારધારા ધરાવતા સંગઠનો દ્વારા આરએસએસ વડાના કાર્યક્રમના સમયે જ મેડિસન સ્ક્વેર ગાર્ડનની બહાર વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યા બાદ લેવામાં આવ્યો છે.

વિરોધીઓની માનસિકતા

હ્યુમન રાઇટ્સ ફૉર હિન્દુસના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રાવ્યા તાડેપલ્લીએ જણાવ્યું હતું કે મોહન ભાગવત હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરતા નથી. તેઓ એક કટ્ટરપંથી હિન્દુ રાષ્ટ્રવાદી ચળવળનું નેતૃત્વ કરે છે જેણે લઘુમતી સમુદાયો માટે હિંસા, બહિષ્કાર અને ડરને પ્રોત્સાહન આપ્યું છે.

હિન્દુત્વ વિરોધી ટોળકી

તો બીજી તરફ હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાનીને પણ મેડિસન સ્ક્વેર ગાર્ડનના કાર્યક્રમમાં હાજરી આપનારાઓ સહિત તમામ ન્યૂયોર્કવાસીઓનું રક્ષણ કરવાની અને દરેકની સુરક્ષા તથા નાગરિક અધિકારોની ગેરંટી આપવાની પોતાની ફરજ નિભાવવા અપીલ કરી છે.

હિન્દુ સંગઠનની અપીલ

હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને જણાવ્યું હતું કે જો તમે હાજરી આપી રહ્યા છો તો કોઈ ઉશ્કેરાટ ન કરશો. એકઠા થવાનો, વિરોધ કરવાનો અને પોતાના વિચારો વ્યક્ત કરવાના દરેકના અધિકારનું સન્માન કરજો.

તેણે ઉપસ્થિત લોકોને આસપાસની પરિસ્થિતિ પ્રત્યે સતર્ક રહેવા અને કોઈપણ શંકાસ્પદ બાબતની જાણ કાયદા અમલીકરણ અધિકારીઓને કરવા જણાવ્યું હતું.

હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને કહ્યું કે જો તમે ભય અનુભવો તો તે વિસ્તાર છોડી દેજો અને કાર્યક્રમની સુરક્ષા અથવા કાયદા અમલીકરણ સંસ્થાઓનો સંપર્ક કરજો. કટોકટીના સમયે 911 પર કોલ કરજો. ઉશ્કેરણીજનક કે ધમકીભર્યાં નિવેદનો આપનારા કોઈપણ વ્યક્તિ સાથે ઝઘડો કે વિવાદ ટાળજો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular