ગુજરાતઃ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. બે દિવસમાં જ રાજ્યમાં 5 હજારથી વધારે પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. બીજી તરફ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોકુફ રાખવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. જેથી કાઈટ ફેસ્ટીવલ અને ફ્લાવર શો પણ મોકુફ અથવા રદ કરવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
પ્રાથમિક માહિતી અનુસાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ કમિટની ગાંધીનગરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી હતી. તા. 10મી જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી સુધી યોજાવાનો હતો. જેમાં 26 દેશના પ્રતિનિધિઓ ગુજરાત આવવાના હતા. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો હતો. એટલું જ નહીં વાઈબ્રન્ટ સમિય સાથે જોડાયેલા કેટલાક ઉચ્ચ અધિકારીઓ પણ સંક્રમિત થયા હતા. આમ કોરોનાના કેસમાં વધારો થતા સરકાર દ્વારા સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ ઉપરાંત વાઈબ્રન્ટ સમિટને લઈને કેન્દ્ર સરકાર પાસે પણ જરૂરી માર્ગદર્શન લેવામાં આવ્યું હતું. અંતે કોરોનાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્લોબલ સમિટ મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ ઉપર સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. દરરોજ કોર કમિટીની બેઠક મળે છે અને કોરોનાની પરિસ્થિતિનું આંકલન કરવામાં આવે છે. સ્થિતિનું આંકલન કર્યા બાદ સમિટ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શ્રમમંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું. વાઈબ્રન્ટ ગુજરાતનો કાર્યક્રમ મોકુફ રાખ્યો છે તે ગુજરાતની પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
ભાજપના પ્રવક્તા સરકાર કોરોનાની પરિસ્થિતિનું સતત મોનિટરીંગ કરતી હતી. અંતે સરકારે સમિટ નિર્ણય લીધો છે. સરકાર દ્વારા યોગ્ય સમયએ આ નિર્ણય લેવામાં આવ્યો છે. દરમિયાન કોંગ્રેસના પ્રવક્તા હિમાંશુભાઈએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સમિટને મોકુફ રાખવાનો નિર્ણય યોગ્ય છે. પરિસ્થિતિ વધારે વિકટ બનતા સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. ઉત્સવ પ્રેમી ભાજપ સરકાર દ્વારા પહેલા સમિટને કરોડોનો ધુમાડો કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે.
સરકારના

