Homeગુજરાતીગુજરાતડીસામાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે 987 લિટર શંકાસ્પદ ઘીને જથ્થો સીઝ કર્યો

ડીસામાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે 987 લિટર શંકાસ્પદ ઘીને જથ્થો સીઝ કર્યો

ડીસા, 15 ઓગસ્ટ 2026 : The Food and Drugs Department seized a stock of 987 liters of suspicious ghee બનાસકાંઠા જિલ્લો ઘીમાં ભેળસેળ માટે કૂખ્યાત બની રહ્યો છે. ત્યારે ભેળસેળના દૂષણને ડામવા માટે ડ્રગ્સ અને ફુડ વિભાગ દ્વારા સમયાંતરે દરોડા પાડવામાં આવે છે. ડીસામાં ડ્રગ્સ અને ફુડ વિભાગના અધિકારીઓએ આકસ્મિક તપાસ હાથ ધરીને વિવિધ ડેરી પેઢીઓમાંથી રૂ. 6.12 લાખની કિંમતનો 987 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે.

 પાલનપુર વર્તુળ કચેરીના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ડીસા ખાતે ઘીનું ઉત્પાદન અને વેચાણ કરતી વિવિધ પેઢીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ડેઝિગ્નેટેડ ઓફિસર ટી.એચ.પટેલ તથા ફૂડ સેફ્ટી ઓફિસર કે.કે. ચૌધરી અને એમ.એલ.ગુર્જરની ટીમે આ તપાસ કરી હતી. તપાસ દરમિયાન, મે. સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સ (જી.આઈ.ડી.સી., ડીસા)ના વિપુલકુમાર જયંતીલાલ પંચીવાલા પાસેથી ‘હેલ્થ પ્રિમિયમ પ્યોર ઘી’નો 600 લીટર જથ્થો જપ્ત કરાયો હતો. આ ઉપરાંત, જયવીર માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ (બનાસ ઇન્ડસ્ટ્રિયલ એરિયા, ડીસા)ના રવીકુમાર અર્જુનભાઈ મહેસુરીયા પાસેથી ‘શ્રેષ્ઠ પ્યોર કાઉ ઘી’નો ૩૮૭ લીટર જથ્થોસીલ કરવામાં આવ્યો હતો. આમ, કુલ 987 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો છે.

તપાસ દરમિયાન શંકાસ્પદ જણાતા ઘીના કુલ બે નમૂના ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-૨૦૦૬’ હેઠળ લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓને પૃથ્થકરણ (લેબોરેટરી ટેસ્ટ) માટે મોકલવામાં આવ્યા છે. લેબોરેટરીના પરિણામોના આધારે જવાબદાર પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સંબંધિત લેખો

Most Popular