1. Home
  2. ગુજરાતી
  3. કોરોના સેવાયજ્ઞઃ અમદાવાદ સિવિલને રાજ્યપાલે 20 ઑક્સિજન કોન્સન્ટ્રેટર્સ અર્પણ કર્યાં
કોરોના સેવાયજ્ઞઃ અમદાવાદ સિવિલને રાજ્યપાલે 20 ઑક્સિજન કોન્સન્ટ્રેટર્સ અર્પણ કર્યાં

કોરોના સેવાયજ્ઞઃ અમદાવાદ સિવિલને રાજ્યપાલે 20 ઑક્સિજન કોન્સન્ટ્રેટર્સ અર્પણ કર્યાં

0
Social Share

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરણાથી રાજભવન, ગાંધીનગર ખાતે શરૂ થયેલાં ‘કોરોના સેવાયજ્ઞ’ના બીજા તબક્કારૂપે ભારતના ડિજિટલ ફાઇનાન્સિયલ સર્વિસીસ પ્લેટફોર્મ પેટીએમ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતને કુલ 100 ઑક્સિજન કોન્સન્ટ્રેટર્સ તેમજ એક ઑક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે સહાય કરવામાં આવનાર છે. જેના પ્રથમ ભાગ તરીકે આજે રાજ્યપાલના હસ્તે 20 ઑક્સિજન કોન્સન્ટ્રેટર્સ આરોગ્ય વિભાગને સુપ્રત કરવામાં આવ્યાં હતાં. આ કોન્સન્ટ્રેટર્સ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલને મોકલી આપવામાં આવ્યાં છે.

રાજ્યપાલએ જણાવ્યું કે કોવિડના આ બીજા વૅવમાં પોતાના તન અને મનથી જે કર્મચારીઓ દર્દીઓની સેવા કરી રહ્યા છે અથવા અન્ય કોઈ પણ રીતે પોતાની ફરજ બજાવી રહ્યા છે, આવા કોરોના વૉરિયર્સનું મનોબળ વધારવું અત્યંત આવશ્યક છે. તેમને એવું આશ્વાસન મળે એ અત્યંત જરૂરી છે કે તેમની તથા તેમના પરિવારની ચિંતા કરનારું કોઈ છે.

આ માટે રાજભવન તેમજ રાજ્ય સરકારના સહિયારા પ્રયત્નોથી રાજ્યના એક લાખ જેટલા પાયાના કોરોના વૉરિયર્સને જીવનજરૂરી વસ્તુઓની કિટ મોકલવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં બે ખેપમાં કુલ ૨૧ હજાર જેટલી રાશન કિટ રાજ્યના 10 જિલ્લાના કોરોના વૉરિયર્સને પહોંચાડવામાં આવી છે. જ્યારે ત્રીજી ખેપ પણ અત્યંત ટૂંક સમયમાં જ મોકલવામાં આવનાર છે. આ માનવીય કાર્યમાં અમદાવાદની સામાજિક સંસ્થા યુવા અનસ્ટોપેબલ પણ સહાયરૂપ થઈ રહી છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વધુમાં ઉમેર્યું કે કોરોના વૉરિયર્સની જેમ દર્દીઓ માટે પણ આપણી જવાબદારી બને છે અને કોવિડના આ કપરાકાળમાં ઑક્સિજન અમૃત સમાન છે. આ માટે રાજ્યપાલશ્રીના પ્રયત્નોથી ભારતના ડિજિટલ ફાઇનાન્સિયલ પ્લેટફોર્મ પેટીએમના સીઈઓ વિજયશેખર શર્માએ ગુજરાતને 100 ઑક્સિજન કોન્સન્ટ્રેટર્સ તેમજ એક ઑક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે સહયોગ આપવા તૈયારી દર્શાવી હતી. જેના ભાગરૂપે આજે પ્રથમ ખેપમાં 20 કોન્સન્ટ્રેટર્સ રાજયપાલશ્રીના હસ્તે આરોગ્ય વિભાગને અર્પણ કરવામાં આવ્યાં હતાં. જેને ગુજરાત સ્ટેટ મેડિકલ સર્વિસીસના મેનેજિંગ ડાયરેક્ટર પ્રભવ જોશીએ સ્વીકાર્યાં હતાં.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code