Site icon Revoi.in

વાવ-થરાદ જિલ્લામાં નર્મદા કેનાલને લીધે 1.29 લાખ હેકટરને મળ્યો સિંચાઈનો લાભ

Social Share

થરાદ, 8 જુન 2026 : 1.29 lakh hectares got irrigation benefit due to Narmada Canal નર્મદા યોજના સાચા અર્થમાં ગુજરાતની જીવાદોરી બની છે. નર્મદાના પાણીથી સુકો ભટ્ઠ ગણાતો રણ વિસ્તાર પણ નંદનવન સમો બની રહ્યો છે. એક સમયે ઓછાં વરસાદ, રણપ્રદેશની નજીકના અને સતત ઘટતાં ભૂગર્ભ જળસ્તરને કારણે પાણીની ગંભીર સમસ્યાથી પીડાતા વાવ-થરાદ જિલ્લાના ખેડૂતો માટે નર્મદાનું પાણી આશીર્વાદરૂપ બન્યું છે.

નર્મદા યોજનાની સિચાઈનો લાભ બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાને મળી રહ્યો છે. વાવ, થરાદ, સુઈગામ, ભાભર અને દિયોદર તાલુકાની 1,29,830 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળી રહ્યો છે. અગાઉ 1000 ફૂટ સુધી બોરવેલ ખોદવા છતાં મુશ્કેલીથી મળતું પાણી આજે 30થી 40 ફૂટે ઉપલબ્ધ બન્યું છે. એટલે પાણીના તળ પણ ઉપર આવ્યા છે. થરાદ નહેર વર્તુળ હેઠળ વેજપુર, માડકા, માલસણ, ઢીમા અને ગડસીસર સહિતની મુખ્ય શાખા નહેરોનું સુદૃઢ નેટવર્ક વિકસાવ્યું છે. વર્ષ 2018-19 સુધીમાં માઇનોર લેવલ સુધીની કામગીરી પૂર્ણ થતાં વિસ્તારમાં 1308 કિલોમીટર લાંબું કેનાલ નેટવર્ક કાર્યરત બન્યું છે.

નર્મદા કેનાલથી સિંચાઈનો લાભ મળતા ખેડૂતો હવે ઘઉં, જીરું, કપાસ, રાયડો, બાજરી અને ડુંગળી જેવા પાકોનું મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે, જેના કારણે તેમની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. પાણીની સુવિધાથી પશુપાલન ક્ષેત્રે પણ નવી તકો ઉભી થઈ છે. ચારો અને પાણીની ઉપલબ્ધતા વધતાં દૂધ ઉત્પાદનમાં વધારો નોંધાયો છે. પીવાના પાણીની સમસ્યા હલ થતાં મહિલાઓની હાડમારી ઘટી છે, સ્વચ્છતા વધી છે અને સ્થાનિક સ્તરે રોજગારી મળતાં સ્થળાંતર પણ અટક્યું છે.

Exit mobile version