1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના કાંકરિયા લેકની સપ્તાહમાં 2.85 લાખ લોકોએ મુલાકાત લેતા AMCને 26 લાખની આવક
અમદાવાદના કાંકરિયા લેકની સપ્તાહમાં 2.85 લાખ લોકોએ મુલાકાત લેતા AMCને 26 લાખની આવક

અમદાવાદના કાંકરિયા લેકની સપ્તાહમાં 2.85 લાખ લોકોએ મુલાકાત લેતા AMCને 26 લાખની આવક

0
Social Share

અમદાવાદઃ શહેરના ફરવા લાયક ગણાતા રિવરફ્રન્ટ અને કાંકરિયા લેક ખાતે દિવાળીના તહેવારો દરમિયાન લોકોની ભારે ભીડ જોવા મળી હતી. બહારગામથી આવેલી પ્રવાસીઓ પણ આ બન્ને સ્થળે ઉમટી પડ્યા હતા. જેમાં કાંકરિયા લેકની 22મી ઓકટોબરથી એક સપ્તાહ સુધી 2.85 લાખ લોકોએ મુલાકાત લીધી હતી. જેથી મ્યુનિ.કોર્પોરેશનને રૂપિયા 26 લાખની આવક થઈ હતી.

અમદાવાદ શહેરું  કાંકરિયા લેકફ્રન્ટ મુલાકાતીઓ માટે ફેવરિટ બની રહ્યું છે.  દિવાળીના તહેવારોના દિવસોમાં લેક પરિસરમાં લોકોની બારે બીડ જોવા મળી હતી.  કોરોનાના બે વર્ષ બાદ આ વખતે દિવાળીનો પર્વ લોકોએ હર્ષોલ્લાસથી ઉજવ્યો હતો. ત્યારે શહેરના કાંકરિયા લેકફ્રન્ટમાં પણ આ વખતે સહેલાણીઓએ મન ભરીને મજા માણી હતી. જેના કારણે લેકફ્રન્ટને આ વખતની દિવાળી ફળી હતી. 22થી 28 ઓકટોબર સુધીના દિવાળી પર્વ દરમિયાન કાંકરીયા લેકફ્રન્ટ ખાતે 2.85 લાખથી પણ વધુ મુલાકાતીઓએ એન્ટ્રી લેતા મ્યુનિ.કોર્પોરેશનને  રૂપિયા 26 લાખથી પણ વધુની આવક થઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કાંકરીયા લેકફ્રન્ટ અને પરીસરમા આવેલા ઝૂ,નોકટરનલ ઝૂ સહિતના અન્ય મનોરંજન માટેના સ્થળને 24 ઓકટોબર અને 31 ઓકટોબર એમ સોમવારના રજાના દિવસે પણ ચાલુ રાખવાની જાહેરાત કરવામા આવી હતી. આ દરમિયાન 22 ઓકટોબરથી 28 ઓકટોબર સુધીના દિવાળી પર્વના સમયમાં કાંકરીયા લેકફ્રન્ટ ખાતે કુલ મળીને 22 ઓકટોબરે સૌથી ઓછા 6737 લોકોએ અને 26 ઓકટોબરે સૌથી વધુ 72062 લોકોએ કાંકરીયા લેકફ્રન્ટ ખાતે એન્ટ્રી લીધી હતી. સાત દિવસના સમયમાં કાંકરીયા લેકફ્રન્ટ ખાતે કુલ મળીને 2,85,339 લોકોએ એન્ટ્રી લેતા કુલ રુપિયા 26,20,208ની આવક થઈ હોવાનું મ્યુનિ.ના સૂત્રોએ જણાવ્યું હતું.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગયા વર્ષે કોરોનાને કારણે લેકની મુલાકાત લેનારા લોકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો.ગત વર્ષે 3 નવેમ્બરથી 9 નવેમ્બરના દિવાળી પર્વના સમયમાં ઝૂ કોમ્પલેક્ષ ખાતે કુલ 1,64,191 મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. એ સમયે કુલ રુપિયા 56,34,450ની આવક થઈ હતી. ગત વર્ષે દિવાળી પર્વ સમયે માત્ર ઝૂ કોમ્પલેક્ષ પરીસરમાં કુલ 1.64 લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી.જયારે વર્ષ-2022માં અટલ એકસપ્રેસ ટ્રેનના મુલાકાતીઓનો પણ કાંકરીયા લેકફ્રન્ટ પરીસરમા એન્ટ્રી લેનારા મુલાકાતીઓમા સમાવેશ થાય છે. 22થી 28 ઓકટોબર સુધીના સમયમાં કુલ 32,133 લોકોએ ટ્રેનમા મુસાફરી કરતા આ પેટે કાંકરીયા લેકફ્રન્ટ પરીસરને કુલ રુપિયા 80,0358ની આવક થવા પામી હતી. આ સમયમા કિડસસિટી ખાતે કુલ 1108 લોકોએ મુલાકાત લેતા રુપિયા 81,190 આવક થવા પામી હતી.22 ઓકટોબરે સૌથી ઓછા 1740 અને 27 ઓકટોબરે સૌથી વધુ 7143 મુલાકાતીઓએ ટ્રેનમા મુસાફરી કરી હતી. વર્ષ-2021માં 2થી 9 નવેમ્બર દરમિયાન દિવાળી પર્વ સમયે કાંકરીયા લેકફ્રન્ટ ખાતે કુલ 274574 લોકોએ એન્ટ્રી લીધી હતી.આ પેટે રુપિયા 25,32,595આવક થવા પામી હતી. કીડસસિટી ખાતે આ સમયે 1342 મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code