1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પશ્ચિમ બંગાળના ખડગપુર નજીક ટ્રેનની અડફેટે 3 ગેંગમેનના મોતઃ એક ઘાયલ
પશ્ચિમ બંગાળના ખડગપુર નજીક ટ્રેનની અડફેટે 3 ગેંગમેનના મોતઃ એક ઘાયલ

પશ્ચિમ બંગાળના ખડગપુર નજીક ટ્રેનની અડફેટે 3 ગેંગમેનના મોતઃ એક ઘાયલ

0
Social Share

દિલ્હીઃ પશ્ચિમ બંગાળના દૂયાં સ્ટેશન નજીક ગેંગમેન લાઈન પર કામ કરી રહ્યાં હતા. ત્યારે અચાનક પૂરઝડપે આવેલી એક્સપ્રેસ ટ્રેને ચાર ગેંગમેનને અડફેટે લીધા હતા. આ દૂર્ઘટનામાં 3 ગેંગમેનના મોત થયાં હતા. જ્યારે એક ગેંગમેનને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર દૂયાં સ્ટેશન નજીક પાંચ ગેંગમેન કામ કરતા હતા. દરમિયાન એક ગેંગમેન પાણી લેવા ગયો હતો. ચાર ગેંગમેન કામ કરી રહ્યાં હતા ત્યારે અચાનક એક ટ્રેન આવી હતી. ચારેય ગેંગમેન કંઈ પણ સમજે અને જીવ બચાવવા પ્રયાસ કરે તે પહેલા જ ટ્રેને તેમને અડફેટે લીધા હતા. આ દૂર્ઘટનામાં 3 ગેંગમેનના મોત થયાં હતા. જ્યારે એક વ્યક્તિને ઈજા થઈ હતી. આ બનાવને પગલે સ્થાનિકો એકત્ર થઈ ગયા હતા. તેમજ ઘાયલ ગેંગમેનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતા રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા. ત્રણેય મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા.

પશ્ચિમ બંગાળના ખડગપુર વિસ્તારમાં બનેલી આ ઘટના અંગે રેલવેના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે,  રેલ્વે આ અકસ્માતની તપાસ કરશે. આવો અકસ્માત કેવી રીતે થયો તે જાણવા માટે ટ્રેનના ચાલકની પૂછપરછ કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code