1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટ જિલ્લામાં મગફળી, કપાસ, સોયાબીન સહિત પાકનું 4.20 લાખ હેકટરમાં થયું વાવેતર
રાજકોટ જિલ્લામાં મગફળી, કપાસ, સોયાબીન સહિત પાકનું 4.20 લાખ હેકટરમાં થયું વાવેતર

રાજકોટ જિલ્લામાં મગફળી, કપાસ, સોયાબીન સહિત પાકનું 4.20 લાખ હેકટરમાં થયું વાવેતર

0
Social Share

રાજકોટ: જિલ્લામાં વાવણી લાયક વરસાદ પડી જતા ખેડુતોએ વાવાણીના શ્રી ગણેશ કરી દીધા હતા. ઘણા વિસ્તારોમાં ખેડુતોએ વાવણી કાર્ય પૂર્ણ કરી દીધુ છે. રાજકોટ સહિત જિલ્લામાં સૌથી વધુ મગફળી અને કપાસ પાકનું વાવેતર થયું છે. ઉપરાંત સોયાબિનનું વાવેતર પણ વધ્યુ છે.  જિલ્લામાં 4.20 લાખ હેક્ટર જમીનમાં વિવિધ પાકોનું વાવેતર પૂર્ણ થયું છે.

રાજકોટ જિલ્લામાં દર વખતની જેમ આ વખતે પણ મગફળી અને કપાસના વધુ થઈ રહ્યું છે.ઉપરાંત આ વર્ષે સોયાબીનના પાકનું વાવેતર પણ વધ્યું છે. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો વાવેતર શરૂ કરી દીધું છે. સાર્વત્રિક વાવણી લાયક વરસાદને કારણે ધરતીપુત્રોમાં ખુશી છવાઈ છે.

જિલ્લાના કૃષિ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ વર્ષે સોયાબીન પાકનું વાવેતર વધ્યું છે.આ વાવેતર વધવા પાછળનું કારણ એ છે કે, તેમાં ખેતીવાડીનો ખર્ચ પ્રમાણમાં ઓછો આવે છે. સામે ખેડૂતોને સારું વળતર મળે છે. સાથે જ રોગ જીવાતનો પણ એટલો પ્રશ્ન રહેતો નથી. ચાલુ વર્ષે ખરીફ પાક સીઝનમાં અત્યાર સુધીમાં 4.20 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. મગફળીના વાવેતરની વાત કરવામાં આવે તો, જિલ્લાના ગોંડલ તાલુકામાં 19,120 હેકટરમાં, જસદણમાં 14,592 હેકટર, રાજકોટમાં 10389 હેકટર, ઉપલેટામાં 9000 હેકટર, લોધિકામાં 9100 હેકટર, કોટડાસાંગાણીમાં 9300 હેકટર સહિતના તાલુકા મળી કુલ 2.17 લાખ હેકટરમાં નોંધાયું છે. આ ઉપરાંત જિલ્લામાં સોયાબીનનું કુલ 2351 હેકટરમાં વાવેતર નોંધાયું છે. તેમજ શાકભાજીનું 9 હજાર હેક્ટરમાં અને ઘાસચારાનું 4, 633 હેકટરમાં વાવેતર નોંધાયું છે. મહત્વનું છે કે, રાજકોટ જિલ્લાના 11 તાલુકામાં કુલ 205437 હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે.  કપાસના પાકની વાત કરવામાં આવે તો સૌથી વધુ ગોંડલમાં 12200 હેકટરમાં, જસદણમાં 11538 હેકટરમાં, ઉપલેટામાં 10600 હેટકરમાં, પડધરીમાં 1021 હેકટરમાં, રાજકોટમાં 9593 હેકટરમાં અને ધોરાજીમાં 9600 હેકટર મળી કુલ 16 હજાર હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code