Site icon Revoi.in

ભાવનગરમાં મ્યુનિ.સંચાલિત શાળાઓમાં ધો, 1થી 8માં ૪૩૫૩ વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો

Social Share

ભાવનગર, 23 જુન, 2026 : 4353 students got admission in municipal schools  શહેર અને જિલ્લામાં ખાનગી શાળાઓની ફી પરવડતી ન હોવાથી હવે વાલીઓ સરકારી અને મ્યુનિ. સ્કૂલમાં બાળકોનો પ્રવેશ મેળવી રહ્યા છે. ભાવનગરના શહેરી વિસ્તારમાં આવેલી ન.પ્રા.શિ. સમિતિ સંચાલિત ૬૯ પ્રા.શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યામાં વધારો નોંધાયો છે. નવા શૈક્ષણિક સત્રમાં ધો.૧ થી ૮માં કુલ ૪૩૫૩  વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. જેમાં સૌથી વધુ સંખ્યા ધો.૫માં ૧૦૭ અને ધો.૧-૩માં ૯૪-૯૩ વિદ્યાર્થીનો વધારો નોંધાયો છે.

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન વિદ્યાર્થી પ્રવેશમાં ઐતિહાસિક વધારો નોંધાયો છે. ગયા વર્ષે કુલ ૩૩૦૯ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો, જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં ૪૩૫૩ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી નવા કિર્તિમાનની સ્થાપના કરી છે. આ રીતે કુલ ૧૦૪૪ વિદ્યાર્થીઓનો વધારો નોંધાયો છે, જે ટકાવારી મુજબ ૩૧.૫૫ ટકા જેટલો નોંધપાત્ર વધારો દર્શાવે છે.

 આ વર્ષે ખાનગી શાળાઓમાંથી ૬૩૨ વિદ્યાર્થીઓએ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. આ આંકડો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ પ્રત્યે વાલીઓમાં વધતા વિશ્વાસ, ગુણવત્કાયુક્ત શિક્ષણ અને શાળાઓમાં ઉપલબ્ધ સુવિધાઓનું પ્રતિબિંબ છે અને રાજ્ય સરકાર દ્વારા તમામ શાળાઓનું ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે તેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ સી અને ડી ગ્રેડમાં હતી તે તમામ શાળાઓ એ અને બી ગ્રેડ સુધી પહોંચી છે. જ્યારે બાલવાટિકામાં ૩૩૩૫ પ્રવેશ થયા છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ડો.નિકુંજ મહેતાએ જણાવ્યું કે આ સિદ્ધિ પાછળ શાળાઓમાં સતત વધારવામાં આવતી ભૌતિક સુવિધાઓ, ગુણવત્કા યુક્ત શિક્ષણ, સ્માર્ટ વર્ગખંડો, કૌશલ્યલક્ષી શિક્ષણ, રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, શૈક્ષણિક તથા સહ-શૈક્ષણિક સુવિધાઓ, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના સતત પ્રયાસો તેમજ શિક્ષણ સમિતિની જાગૃતતા અને પરિણામલક્ષી કામગીરી જેવા અનેક પરિબળો જવાબદાર છે. ઉલ્લેખનીય છે કે પ્રવેશ પ્રક્રિયા હજુ ૩૦-૬ સુધી ચાલુ છે અને નવા પ્રવેશો સતત મળી રહ્યા છે તેથી પ્રવેશની સંખ્યામાં હજુ પણ વધારો થવાની પુરી શક્યતા છે.

Exit mobile version